________________
૩૯
શ્રી ચંદ્રરાજ ચરિત્ર પુરુષે વિચાર કર્યા વિના ક્યારે ય કાર્ય કરતા નથી. વગરવિચાર્યું કરેલું કાર્ય મોટા અનર્થને માટે થાય છે.” - તે આત્માને કહે છે કે રે જીવ! તું સમજ! જે કાંઈ કરવાને તું છે, તે તારે વિચારીને કરવું જોઈએ. અન્યથા જાણતા-અજાણતાં કરેલું અશુભ કાર્ય ભગવ્યા વિના ક્ષય પામતું નથી, કરેલા તે કર્મ વડે નવા કર્મને બંધ અશુભકર્મ વિપાકરૂપી ફળ આપનાર થાય છે, તે અશુભ કમેને ભગવતે જીવ ફરીથી બીજા અશુભ કર્મો બાંધે છે, તેથી ફરીથી તે કર્મો વડે કાશી કરવતની જેમ બંને પ્રકારે વિડંબના પામત જીવ સંસારમાં ભમતે દુઃખના અંતને પામતે નથી.
આ પ્રમાણે પિતાના આત્માની નિંદા કરતી રૂપમતી. અકૃત્ય કરનાર હોવા છતાં પણ જિનેશ્વરે કહેલા તત્વજ્ઞાનના વિચારમાં પ્રવીણ પશ્ચાત્તાપમાં તત્પર અશુભ કર્મોને શિથિલ કરીને પુરુષવેદ બાંધે છે. તે પછી આયુષ્ય પૂર્ણ કરી તે મરીને વીરસેન રાજાની ચંદ્રાવતી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન થઇ. ગર્ભના દિવસો પૂર્ણ થયે તે પુત્ર રત્નને જન્મ આપે છે. રાજાએ “ચંદ્રરાજ' એ પ્રમાણે તેનું નામ સ્થાપન કર્યું હે રાજન ! તે જ તું છે. વિધિ વડે આચરેલે ધર્મ નિષ્ફળ થતું જ નથી. કહ્યું છે કે
धम्मेण कुलपसूइ, धम्मेण य दिव्वसूवस पत्ती ।
धम्मेण धणसमिद्धी, धम्मेण सवित्थरा कित्ती ॥ १३९ ॥ ધર્મ વડે ઉત્તમકુળમાં જન્મ થાય છે, ધર્મ વડે દિવ્યરૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મવડે ધન સમૃદ્ધિ થાય છે, ધર્મ વડે વિસ્તારવાળી કીતિ પ્રાપ્ત થાય છે. ૧૩૯