________________
૩૮ર
શ્રી ચંદ્રવાજ ચરિત્ર તેમજ કેશી પક્ષિણીને જે રક્ષક હતું તે પણ મરણ પામીને તારો સુમતિ નામે પ્રધાન થયે. જેથી મરણ અવસ્થામાં કેશીની ઉપર એને દયા આવી હતી તેથી તેને ફળ મળ્યું.
તેમજ સાધ્વીના ઉપાશ્રયની પાડોશી જે સુરસુંદરી હતી, જેણે સાવીને કંઠ પાશ દૂર કર્યો હતો, તે મૃત્યુ પામીને તારી સ્ત્રી ગુણાવલી થઈ, રાજપુત્રી તિલકમંજરી જે મિથ્યાદષ્ટિ હતી તે અહીં પ્રેમલાલચ્છી થઈ છે. સાધ્વીને જીવ કાલધર્મ પામીને કનવજ કુષ્ટિ થયે. મેહરૂપી અંધકારથી અંધ થયેલા પ્રાણીઓ કર્મોની ગહન ગતિને જાણતા નથી. પરિણામે તે ગાઢ દુઃખને ઉત્પન્ન કરનારા થાય છે.
તેમજ તિલકમંજરીની પક્ષિણને જીવ મરીને કપિલા નામે ધાવમાતા થઈ જે પક્ષિણીના ભાવમાં પરસ્પર કલેશનું નિમિત્ત પામી હતી તે પ્રમાણે જ આ ભવમાં પણ વૈરિણી થઈ.
જે રાજપુત્રીને તેમજ મંત્રી પુત્રીનો સ્વામી સૂરસેનકુમાર હતો તે મરીને શિવકુમાર નટ થયે. રૂપમતીની જે દાસી હતી તે મરોને નટપુત્રી શિવમાળા ઉત્પન્ન થઈ. સારિકાપક્ષિણીને પાલક કાળ કરીને હિંસક નામે મંત્રી થયે. ઉદયે આવેલાં કર્મોના પ્રવાહને રોકવા કોઈ પણ સમર્થ નથી.
આ પ્રમાણે શ્રી મુનિસુવ્રત તીર્થકર સર્વેના પૂર્વભવે કહીને ચંદ્રરાજાને કહે છે કે હે રાજન ! તને વધારે શું કહું