________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર આયુષ્ય અંજલિમાં રહેલ પ્રાણીની માફક ક્ષણે ક્ષણે એણું થાય છે, પાણીના પરપોટાની માફક વિનાશ પામે છે, આ શરીરનું રક્ષણ કરવા છતાં કુલટા સ્ત્રીની જેમ હંમેશા અવિશ્વાસ કરવા લાયક છે. હે ચંદ્રમાન મુખવાળી ! માંસ અને લેહીના કાદવ વડે રચેલ હાડપિંજર રૂપી ભીંતવાળું નસરૂપી કાટવડે મંડિત છે. ઉપરને ભાગ જેને એવી, કેશરૂપી ઘાસથી ઢંકાયેલ, શ્વાસોચ્છવાસરૂપી થાંભલાના અગ્રભાગથી ટેકાવાળી,
સ્નાન વિલેપન આદિ વડે સંસ્કાર કર્યા છતાં પણ ક્ષણ વિનશ્વર આ દેહરૂપી ઝૂંપડીને નિરંતર અશન-પાન આદિ વડે પૂરતાં છતાં અપૂર્ણની જેમ ખાલી જ થાય છે. મર્યાદા પૂર્ણ થયા પછી ક્ષણ વાર પણ તે રહેતું નથી. તેવા પ્રકારના અસ્થિર પાંદડા સરખી કાયારૂપી નાવ વડે અપાર એવા સંસાર સમુદ્ર કેવી રીતે કરી શકાય? દેહ અને જીવનો સંગ અનંતીવાર થયું છે, તો પણ તત્ત્વજ્ઞાનથી વિમુખ પ્રાણીઓ યથાસ્થિત લાભ પામતા નથી. આ સંસારસમુદ્રમાં ગાંડી સ્ત્રીના મસ્તક ઉપર રહેલા ઘડાની જેમ સર્વ પદાર્થોને સમૂહ અસ્થિર છે, તેમ જ આ સંસારમાં પ્રાણીઓ ઘણા પરિશ્રમથી મણિ, માણેક, મોતી, રાજ્ય ભૂમિ, સ્ત્રી, પુત્ર આદિ સમૃદ્ધિને મેળવે છે, તો પણ તે સર્વ અહીં જ રહે છે, સાથે કાંઈ પણ આવતું નથી, આ જીવ એકલો જ ખાલી હાથે ભવાંતરમાં જાય છે, ધર્મ જ જીવને શરણભૂત થાય છે. કહ્યું છે કે
जयसिरिवाछियसुहए, अणिट्ठहरणे य तिवग्गसारम्मि । इह-परलायहियट्ठ, सम्म धम्मम्मि उज्जमह ॥ १४२ ॥