________________
૭
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
धम्मो बधु सुभित्तोय, धम्मो य परमो गुरू । मुक्खमग्गपबन्नाण, धम्मो परमसौंदणी ॥ १४३ ॥ जिणधम्मोऽय जीवाण, अपुव्वा कप्पपायवो ।
सग्गापवग्गसुक्खाण, फलाण दायगे। इमो ।। १४४ ॥ · अथिरेण थिशे समलेण निम्मला परवसेण साहीणो । देहेण जइ विढप्पइ, धम्मो ता कि न पज्जत्त ॥ १४५ ॥
જ્ય, લક્ષમી અને વાંછિત સુખ આપનાર, અનિષ્ટને દૂર કરનારા, ત્રણ વર્ગ (ધર્મ-અર્થ-કામ) માં સારભૂત એવા ધર્મમાં આલોક અને પરલોકના સુખ માટે હંમેશા ઉદ્યમ કરે. ૧૪૨
ધર્મ એ બંધુ છે, ધર્મ એ ઉત્તમ મિત્ર છે, ધર્મ એ પરમ ગુરુ છે, મોક્ષમાર્ગે પ્રયાણ કરનારાઓને ધર્મ એ શ્રેષ્ઠ રથ સમાન છે. ૧૪૩
જિનધર્મ એ જીવેને માટે અપૂર્વ કલ્પવૃક્ષ છે, એ ધર્મ સ્વર્ગ અને મોક્ષના સુખરૂપ ફલોને આપનાર છે. ૧૪૪
અસ્થિર વડે સ્થિર, મલીન વડે નિર્મળ, પરવશ વડે સ્વાધીન દેહ વડે ધર્મ મેળવાય તે શું પર્યાપ્ત નથી? ૧૪૫
આ પ્રમાણે સંસારનું સ્વરૂપ જાણીને મારું મન ઉદ્વેગ પામ્યું છે, સંસારવાસ મને રુચતું નથી, તેથી હમણાં મને રજા આપે તો હું સંસારરૂપી રેગને શાંત કરવામાં ઔષધરૂપ ચારિત્ર ગ્રહણ કરું. દુર એવા રાગાદિ શત્રુઓને દૂર કરનાર, પરોપકાર કરવામાં તત્પર વીતરાગ ભગવંત તીર્થકરના વચનમાં મને સંપૂર્ણ શ્રદ્ધા થઈ છે. આજ સુધી