________________
૩૯૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર હવે રૂપમતી કોશી પક્ષિણના દેહને એગ્ય સ્થાને પરિઠવીને જિનમતના તત્વને સાર જાણતી એવી તેણીને પાછળથી પક્ષિણના વધથી ઘણું દુઃખ ઉત્પન્ન થવાથી અત્યંત પશ્ચાત્તાપ કરે છે કે- અવિચારી કાર્ય કરનારી મને ધિક્કાર થાઓ. જે અનુપમ લકત્તમ જિનધર્મને પામીને પણ નિર્દય એવી મેં નિરપરાધી પક્ષિણને મારી નાખી, મારી કઈ ગતિ થશે?
હવે મિથ્યાત્વથી હણાયેલા ચિત્તવાળી, ગર્વિષ્ઠ દુષ્ટ આશયવાળી તિલકમંજરી પક્ષિણના વધને સાંભળીને જિનમતની નિંદા કરતી રૂપમતીને કહે છે કે આજે જ તારે જિન ધર્મ મેં જોયે, જ્યાં મુખમાં દયા-દયા એમ. પિોકાર કરાય છે કાર્ય તે આવા પ્રકારનાં થાય છે. હે પાપિણી ! તને દીન એવી નિરપરાધી આવી જાતની પક્ષિણને વધ કરવામાં દયા કેમ ન થઈ? તેને હણવા માટે તારા હાથ કેમ ખલના ન પામ્યા ? હું પ્રાણોના નાશમાં પણ આવા પ્રકારના અનાથ જીવની હિંસા ન કરું.
આ પ્રમાણે શેક્યના એવા પ્રકારનાં વચનો વડે રૂપમતીને ઘણો ખેદ ઉત્પન્ન થયે. પ્રતિદિન વિવાદ કરતાં તેઓને ધર્મ કલેશ પરમવૃદ્ધિ પામ્યું. પિતાના ભર્તાર વડે હિતશિક્ષાથી નિવારવા છતાં પણ તે બન્ને અટકતી નથી. પરંતુ અગ્નિમાં નાંખેલા ઘીની જેમ તેઓની વિદ્વેષની જ્વાલાઓ વૃદ્ધિ પામી. કેમેય કરીને શાંત થતી નથી.
પક્ષિણને હણને રૂપમતી વારંવાર પિતાને નિંદતી. પશ્ચાત્તાપ વડે તે કર્મને શિથિલ કરે છે. “આથી ચતુર