________________
૩૮૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર અહો ! શક્યની પ્રવૃત્તિ વિલક્ષણ હોય છે, કારણ કે એ સુખની અભિલાષાવાળી હોવા છતાં પણ ઈર્ષ્યાથી બળેલી એક એકના સુખના લેશને પણ સહન કરતી નથી.
હવે એક વખત બંનેય શક્ય પિત પિતાની પક્ષિણીને લઈને સાથે બેઠેલી પરસ્પર વિવાદ કરે છે. જેથી રૂપમતીએ આ કેશી પક્ષિણી મંગાવી નથી, પરંતુ છાણમાં નાખીને વીંછી લવાયે છે.
તેઓમાંની એક કહે છે કે- મારી પક્ષિણ સુંદર છે, બીજી કહે છે કે- મારી જ સુંદર છે, આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતી તેઓએ પ્રતિજ્ઞા કરી.
સમાનરૂપવાળા આ બંનેમાં જે પક્ષિણી મધુર અવાજ કરે તે ઉત્કૃષ્ટ જાણવી. આ રીતે અહીં પરીક્ષા હે.
તે પછી તિલકમંજરી પહેલા જ પિતાની પક્ષિણને બેલવા માટે પ્રેરણા કરે છે. તે પક્ષિણ સર્વ ગીત કાવ્યકળામાં કુશળ મધુર વચને વડે સર્વને પ્રસન્ન કરે છે, એથી તિલકમંજરી પ્રમુદિત ચિત્તવાળી થઈ.
હવે રૂપમતી પિતાની પક્ષિણીને બોલવા માટે આદેશ કરે છે, પણ તે મનુષ્યની ભાષા જાણતી નથી. તેથી મધુર
ક્યાંથી બોલે? આથી ઘણે ખેદ પામી રૂપમતી વિચારે છે કેઆ મારી પક્ષિણ બાહ્યથી રૂ૫માત્ર વડે જ રમણીય છે, પરંતુ એનામાં કોઈ ગુણ દેખાતો નથી. - હવે વિજય પ્રાપ્ત કરી, તિલકમંજરી રૂપમતીને કઠોર અક્ષર વડે રૂપમતીને તર્જના કરે છે કે– હે અસત્યવાદિની !