________________
૩૮૪
મત્રએ કહ્યું કે રાજન ! વિરાધ નથી. આપને જો ગમે તે
આ
માન્ય છે.
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
વિષયમાં મારો કોઈ મને પણ એ સંબધ
તે પછી વિરાટ દેશના મંત્રીને પેાતાની પાસે મેલાવીને મદનભ્રમ રાજાએ પેાતાના અભિપ્રાય કહ્યો કે- અમે મારી પુત્રીના અને મંત્રીપુત્રીના વિવાહ તમારા રાજપુત્ર સૂરસેન કુમાર સાથે કબૂલ કરીએ છીએ. તે સાંભળી હર્ષિત ચિત્તવાળા વિરાટદેશના મંત્રીએ શ્રેષ્ઠ જ્યાતિષીને મેલાવીને લગ્નને દિવસ નક્કી કર્યાં. ત્યાર પછી મનભ્રમ રાજાની અનુજ્ઞા લઈ વિરાટનગર ગયેા. પેાતાના સ્વામીની આગ વિવાહની વાત તે જણાવે છે, વિરાટ નરપતિ તે સાંભળી પરમપ્રમેાદ પામ્યા.
તે પછી લગ્નના દિવસ નજીક આવ્યા ત્યારે માટા આડખર વડે શ્રેષ્ઠ વાહૂના તૈયાર કરી વિરાટ નૃપતિ સૂરસેનકુમાર સાથે તિલકાપુરી આણ્યે. મેાટા મહોત્સવપૂર્વક તેના વિવાહ થયા. કરમેાચન સમયે મદનભ્રમ રાજાએ તથા મ`ત્રીએ હાથી, ઘેાડા, રથ, વસ્ત્ર, આભરણ વગેરે ઘણું આપ્યુ.
અન્ને સ્ત્રી સાથે સૂરસેનકુમાર પેાતાના પિતા આદિ પરિવાર સાથે પેાતાની નગરીમાં આવ્યો. બન્ને ય વહુએ સાસુ-સસરાની મર્યાદા ધારણ કરતી, ગૃહકાર્યાં કરતી, પેાતાના પતિ સાથે બહુ પ્રકારે કામભોગે ભાગવતી અત્યંત સુખપૂર્વક કાળ પસાર કરે છે, સાસુ ઘરના ભાર ઉપાડવામાં સમ અને વહુને જાણી તેઓની ઉપર ઘરના કામના ભાર નાખી પાતે ચિંતારહિત થઈ.