________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
- ૩૮૫ તે પછી તે બંને સખીઓ સમય પ્રમાણે ઘરનાં કાર્યો કરતી, પિત–પિતાના ધર્મનું આરાધન કરતી સુખપૂર્વક રહે છે. કુલવધૂઓને એ જ કરવા લાયક છે. તેઓને સુખ ભોગવતાં કયારેક કયારેક પરસ્પર ધર્મમાં વિવાદ થાય છે, તે કારણથી તે બંને એક મનવાળા ન થઈ. તેમ જ પરસ્પર શક્યભાવથી વિશેષ કરીને વિભિન્નતાનું બીજું કારણ પણ ઉપસ્થિત થયું. કારણ કે લોકમાં કહેવાય છે કે શોક્યપણું કરતાં શૂળી સારી. કારણ કે શૂળીથી એક પગલે જ પીલાય છે, શક્ય તો પગલે પગલે બાળે છે. સગી બહેન પણ જે સમાન પતિવાળી થાય તો તેઓ પરસ્પર ઘણે દ્વેષ ધારણ કરે છે. તો આમનું શું કહેવું ? કોઈ એક વસ્તુમાં એકી સાથે તેઓને અભિલાષ થાય, ત્યારે અવશ્ય વૈરબુદ્ધિ થાય છે. કારણ કે એક જ સમયે બંનેના ઉપભેગનું સાધન થતું નથી તેથી ઉપજતે કલેશ પ્રતિદિન વધે છે જ જે કારણથી કહ્યું છે કે
सवक्कित्तसम दुक्ख, नऽन्न लोगम्मि विजइ । बहिणि त्ति जणा तम्मि, ववहारपरा मुहा ।। १३८ ।
લેકમાં શેકયસમાન બીજુ દુખ નથી. જોકે તેમાં બહેન” એ વ્યવહાર કરવામાં તત્પર નકામા થાય છે.
તેઓ પરસ્પર અસત્ય કલંક અને ઉપાલંભ આપે છે. અસત્ય વચન બેલીને વિષ વધારે છે. તેમજ બે ભાયંવાળા પુર્ષનું સુખ તે સુખાભાસ જ છે, તેને અવતાર જ નકામે છે, જેવી રીતે અર્ધાગમાં ગૌરીને, અને મસ્તક વડે ગંગાને
ચં. ચ. ૨૫