________________
૩૮ર
શ્રી ચંદ્રરાજ ચરિસ્ટ
તે પછી તે નમ્રતાપૂર્વક સાધીને કહે છે કે હે ભગવતી ! આ રાજકન્યા ધૂર્ત મિથ્યાત્વવાસિત જિનધમની વેષી છે, આથી તેને આવી દુબુદ્ધિ થઈ છે, તેથી આપે તેની ઉપેક્ષા કરવી. તેના તરફ ન જેવું.
આ પ્રમાણે કહી તે બને પિત–પિતાને ઘેર ગયા. આ પ્રમાણે રાજપુત્રીને સાધ્વી ઉપર કલંક આપણ કરવાને પ્રપંચ નિષ્ફળ ગયે.
હવે વિશુદ્ધ શીલવાળા તે સાધ્વી નિમિત્ત વિના પિતાના આત્માને કલંકિત થયેલ જાણી ગાઢ દુઃખમાં પડેલા ફરીથી વિચારે છે કે-મારી આ હકીકત આખા ય નગરમાં વિસ્તાર પામશે. રાજાની પુત્રીનું વચન કેણ ન માને, જેથી લોકમાં નિંદા થાય, આવી જાતના કલંકિત જીવિત વડે સર્યું. આ પ્રમાણે કલંક સહિત જીવિતને નહિ ઈચછતા તેણે દોરડા વડે ગળામાં પાશ બાંધે.
अहे। चरित्तवता हि, रोसदोसपराजिआ । विहेइरे अकित्स्य पि, दुग्गइपायहेउय ॥ १३७ ॥
અહે! રોજરૂપી દેષ પરાજિત થયેલા ચારિત્રવંત આત્માઓ પણ પ્રાયઃ દુર્ગતિના કારણભૂત અકાર્યને કરે છે. ૧૩૭
તે વખતે ઉપાશયની નજીક રહેતી સુરસુંદરી નામની કેઈક શ્રાવિકા આ હકીકત જાણીને તરત જ ત્યાં આવીને