________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૮ કેવી જાતનું તારું કર્ણભૂષણ છે? તે હું જાણતી નથી, પરિગ્રહથી રહિત અમારે સાધ્વીઓને તેનાથી કાંઈ પણ પ્રયેાજન નથી. - રાજપુત્રી રેષપૂર્વક કહે છે કે પાત્ર વગેરે જેવાથી મારે કામ નથી. સરળ થઈને તે આપી દ્યો.
તે આર્યા તેનું સ્વરૂપ ન જાણુતા દીનમુખવાળા મૌન રહ્યા.
તે પછી રાજપુત્રી પિતે જ પાસે જઈને તેના ઉત્તરીય વસ્ત્રમાં બાંધેલા કર્ણભૂષણને છેડીને રૂપમતી આપે છે. આપીને સાધ્વીની હીલના કરતી કહે છે
सहि ! मुद्धा सि नूण तु, धम्माऽधम्म न याणेसि । इआ पारष्म अजाणं, न कज्जा संगई तए । १३४ ॥
હે સખી! તું ખરેખર ભેળી છે, ધર્મ-અધર્મ જાણતી નથી, હવેથી તારા આર્થીઓની સેબત ન કરવી. ૧૩૪ તેને માયાપ્રપંચ જાણીને રૂપમતી કહે છે–
भूवपुत्ति ! तुव-च्चेसा विजईकूऽप्पणा । अउजेसा सन्वहाऽकजं, न कुज्जा धम्मसालिणी ॥ १३५ ॥ महासई इमा अस्थि, साहुणी सरलासया ।।
कयांवि चोरिय नेव, विहेजा वयधारिणी ॥ १३६ ॥ હે રાજપુત્રી ! આ તારી જ કૂટ કલ્પના છે, ધર્મથી શોભતા આ આયં સર્વથા અકાર્ય ન કરે. ૧૩૫
આ સરળ આશયવાળા સાધ્વી મહાસતી છે, વ્રત ધારણ કરનાર તે ક્યારે ય ચોરી ન કરે. ૧૩૬ .