________________
૩૮૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર બહાર જાય છે? કામ તે અહીં જ છે, એ પ્રમાણે બોલતી તે તેને હાથથી પકડીને અંદર લાવે છે.
આ પ્રમાણે વિવાદ કરતી તે બંનેના કલહને અવાજ સાંભળીને તે સાધ્વી મનમાં શંકા પામી વિચારે છે કે–આજે આ આમ કેમ કરે છે? આજે અહીં કેઈ નવીન દેખાય છે.
તેટલામાં રાજપુત્રી કહે છે કે હે આય! આવી જાતનું ભિક્ષાટન કયા ગુરુણીએ તમને શિખવ્યું છે કે ભિક્ષાની સાથે ચોરી પણ કરવી. આ મારી સખી તમારા માટે ઘી લેવા માટે ઘરની અંદર ગઈ, ત્યારે તમે એના કાનનું ભૂષણ ગુપ્તપણે લઈ લીધું. મેં તમારું એ કામ નજરે નજરે જોયું હતું, પરંતુ મારી સખીને દુઃખ થાય તેથી મેં તે વખતે કાંઈ પણ ન કહ્યું. જે આ કામનું પરિણામ જાણતી હેત તે તે વખતે જ તેને તરત કહેત, તેથી હમણાં એના કાનનું આભરણ આપી ઘો, કારણ કે તમારી શિષ્યાએ મારી ઉપર ચરીનું આળ આપ્યું છે, તેથી અનિચ્છાએ મેં કહ્યું છે, તેથી જે તેણીનું આભૂષણ જલદી આપી દેશે તે આ વાત કઈ જાણશે નહિ, અન્યથા તો આખા ય નગરમાં તમારી ચેરીને પ્રગટ કરીશ.
તે આય રાજપુત્રીના આવી જાતના દોષારોપણનાં વચને સાંભળીને વ્યાકુળ મનવાળા કહે છે કે- હે રાજપુત્રી! રાજકુળમાં ઉત્પન્ન થઇને આવા પ્રકારનું અસત્ય કેમ બેલે છે? હું કાંઈ પણ લાવી નથી, જે તને સંશય હોય તે મારા પાત્રા-તરપણ-ળી વગેરે ઉપકરણે જઈને નિર્ણય કર.