________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૫. અત્યંત હર્ષિત મનવાળી તે ઉત્તમ રસવાળી રાઈ બનાવીને પોતાના પતિને જમાડીને અત્યંત ખુશ કરે છે.
તેવી રીતે બીજી સર્વ પ્રિયાએ પતિભક્તિમાં લીનચિત્તવાળી થઈને ચંદ્રરાજા સાથે કીડા કરતી ક્ષીર નીરની જેમ જળ માછલીની જેમ સ્નેહ ભાવે રહેતી જ્યારે ય શોયભાવ બતાવતી નથી.
જ્યાં ધણી અતિનિપુણ હોય ત્યાં વિષમતા થતી નથી, તેથી સાત સ્ત્રીઓ પણ એક ચિત્તની જેમ સાથે રહે છે, રમે અને વિવિધ ક્રીડા કરે છે.
ચંદ્રરાજાએ ગુણુવલીને પટ્ટરાણી પદે સ્થાપી. બીજી રાણીઓ પણ તે જેઈ પરમસંતોષ પામી.
આ પ્રમાણે ચંદ્રરાજા સુખપૂર્વક રાજ્ય કરતે નગરજનેને પણ ઘણે પ્રિય થયે.
હવે એકાંતમાં રહેલી ગુણવલી હાસ્યજનક વચને વડે પિતાના સ્વામી સાથે ક્રીડા કરતી કહે છે કે હે નાથ! આપના વિરહમાં મેં મહાકટપૂર્વક સેળ વર્ષ કાઢયા, હું તે મારી બહેન પ્રેમલાલચ્છીને અત્યંત ઉપકાર માનું છું. તેનું કલ્યાણ થાઓ, સિદ્ધાચલ ગિરિવર પણ ચિરકાળ જયવંતે રહે. જેથી મને ફરીથી પણ તમારું દર્શન થયું તે પણ હે નાથ ! સાસુ સાથે હું વિમલાપુરી ન ગઈ હોત તે પ્રેમલાલચ્છીને કેવી રીતે પરણી શક્ત? તેથી તમારે મારે પણ ઉપકાર માનવે જોઈએ !” . . .