________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૬૧ મને એવી રીતે દંડ કર્યો કે જીવનપર્યત તે ભૂલી શકીશ નહિ. જે દિવસે તમે શિવમાળાની સાથે ગયા, ત્યારથી માંડીને મારા જે દિવસે ગયા તે તે પરમાત્મા જ જાણે છે, હવે હું મનુષ્યભાવમાં આવી છું. હે સ્વામી! આ વાત તમને ખુશ કરવા માટે કહેતી નથી.”
હવે ચંદ્રરાજા નેહપૂર્વક કહે છે. “હે પ્રિયા! તારું કહેલું બધું મેં જાણ્યું. તેને હું પ્રાણે કરતાં પણ અધિક માનું છું, તું મને બધી રીતે અનુકૂળ વર્તનારી છે, એ પ્રમાણે જાણીને હું પૂર્વના સનેહને યાદ કરતે, મકરધ્વજ રાજાએ વાય છતાં પણ વિમળાપુરીથી અહીં તરત આ છું. હવે આ બધે ઘરને કારભાર તું ચલાવ, હું તે ચિંતારહિત થઈ તારું જે આપેલું હોય તે ખાઈશ, અને ધર્મમાં બુદ્ધિ રાખી આનંદપૂર્વક ફરીશ.”
આ પ્રમાણે સ્વામીનાં વચન સાંભળીને ગુણાવલી ઘણે આનંદ પામી. આ પ્રમાણે પ્રતિદિન આનંદષ્ટિ કરતાં તેઓના દિવસો જાય છે.
એક દિવસ રાજસભામાં બેઠેલા ચંદ્રરાજા સકળ સામત અને વિદ્વદ્વર્ગથી લેવાયેલ નગરજનેને બોલાવીને પિતાનું સર્વ વૃત્તાંત કહેવા લાગ્યો, તે સાંભળીને વિસ્મિત મનવાળા તેઓ બધા તેના પુણ્ય પ્રભાવને વખાણતાં શુભઆશિષ આપે છે. ત્યારથી માંડીને નગરલકે યથાસ્થિત સુખ અનુભવવા લાગ્યા.
તે સાતસે અંતઃપુરની સ્ત્રીઓ હંમેશા હાવભાવ-વિલાસ સહિત નવ-નવું નિપુણપણું બતાવતી ગીતિ, પ્રહેલિકા, ગાથા