________________
388
શ્રી ચંદ્રરાજ ચરિત્ર નગરીની અંદર આ ઘેષણ કરાવે છે કે “હે લોકો ! લેકાલેકને મુનિસુવ્રત જિનેશ્વર ભગવંત નગરીના ઉદ્યાનમાં સમેસર્યા છે. પ્રભાતે ચંદ્રરાજા સર્વાદ્ધિથી તેમને વંદન કરવા માટે જશે તેથી તમારે પણ તે તીર્થકર ભગવંતને વંદન કરવું. પરિવાર સાથે ચંદ્રરાજાનું વંદન માટે ગમન અને
જિનેશ્વરની દેશનાનું શ્રવણ રાજા સવારે હય-ગજ-રથ અને પાયદળ સૈન્ય સાથે ચતુરંગી સેનાને તૈયાર કરીને ધ્વજ પતાકા વડે નગરીને અલંકૃત કરીને વાજિંત્રેના નાદપૂર્વક અંત:પુરની સ્ત્રીઓ, પુત્રે વગેરે પરિવાર સહિત ઉત્તમ હાથી ઉપર ચઢી સર્વઋદ્ધિથી શ્રી મુનિસુવ્રત તીર્થકરને વંદન કરવા માટે નીકળે. તેવી રીતે પરિવાર સહિત નગરીના લેકે અલંકારોથી વિભૂષિત થઈ નીકળ્યા.
દુરથી દેએ રચેલા ત્રણ ગઢથી સુશોભિત સમવસરણને જેઈને રાજા ઘણે પ્રમુદિત ચિત્તવાળે થે. નજીક જતાં તે વાહનને ત્યાગ કરી પાંચ અભિગમપૂર્વક શિવમંદિરમાં ચઢવા સરખા સમવસરણની સોપાન પંકિતમાં ચઢતે અનુક્રમે શ્રી જિનેશ્વર ભગવંતને જુએ છે. જઈને પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણા કરીને તીર્થકરને વંદન કરે છે. પછી સર્વ સાધુઓને વંદન કરીને પરમાનંદ પામે.
તે વખતે પોતપોતાને ગ્ય આસન ઉપર રહેલી જિનેશ્વરના મુખકમળ ઉપર દૃષ્ટિ સ્થાપન કરી બાર પર્ષદા જિનેશ્વરની દેશના સાંભળવામાં તત્પર થઈ.