________________
૩૭૨
-
-
-
-
-
શ્રી ચંદ્રરાજ ચરિ૪ શ્રી મુનિસુવ્રત સ્વામીએ કહેલ ચંદ્રરાજા
વગેરેના પૂર્વભવે તે વખતે ચંદ્રરાજા બે હાથ જોડી ઊભા થઈને પ્રભુને નમસ્કાર કરીને પૂછે છે કે હે ભગવંત! ક્યા કર્મથી અપરમાતાએ કૂકડો બનાવ્યું? ક્યા કર્મથી હું નટો સાથે ભર્યો? પ્રેમલાલચ્છીના હાથમાં હું કેવી રીતે આવ્યું ? કયા કર્મથી વિમલાચલ ગયેલો હું મનુષ્યપણું પામે? શા માટે હિંસક મંત્રીએ આવા પ્રકારની પ્રબળ ઠગાઈ કરી ? કનકધ્વજકુમાર કયા કર્મ વડે કુષ્ટિપણું પામે ? ગુણાવલિ સાથે ફરીથી સંગ કયા કમ વડે થયે હે ત્રણેય કાળના સર્વ ભાવને જાણનાર! ત્રિલોકનાથ ! સંસારસમુદ્રમાં નાવ સમાન ! વિતરાગ ! ભગવંત! તમારે કાંઈ પણ અજ્ઞાત નથી. આથી મારા સર્વ સંશાને છેદ.
આ પ્રમાણે ચંદ્રરાજાની વિજ્ઞપ્તિ સાંભળીને જગતના નાથ તેને પૂર્વભવનું સ્વરૂપ કહેવાની શરૂઆત કરે છે.
જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિદર્ભ નામે દેશ છે. ત્યાં જગતના તિલકભૂત મનોહર તિલકાપુરી નામે નગરી છે. ત્યાં શત્રુ સમૂહને જીતનાર મદનભ્રમ નામે રાજા રાજ્ય કરે છે. તેને વીજળીની પ્રભા સરખી કમલમાલા નામે સ્ત્રી છે, તેને કલ્પવૃક્ષની મંજરી સરખી તિલકમંજરી નામે પુત્રી છે. તે બાળપણાથી મિથ્યાત્વવાસિત મનવાળી ભસ્યાભઢ્યના વિવેક વગરની પાદિયથી હંમેશા જિનધર્મ ઉપર દ્વેષ રાખે છે.