________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૭૧ પ્રલાપભૂત કરેડે પદભણવા માત્રથી શું ? જ્યાં એટલું પણ ન જાણ્યું કે “પારકાને પીંડા ન કરવી જોઈએ.” ૧૨૫
ઍક પિતાના જીવિત માટે ઘણું કરે ને જે કંઈ ખમાં સ્થાપન કરે છે તો શું તેઓનું જીવિત શાશ્વત છે ? ૧૨૬
જ્યાં જીવદયા ન હ તે દીક્ષા નથી, તે ભિક્ષા નથી, તે ઘન નથી, તે તપ નથી, તે ધ્યાન નથી, તે મૌન નથી. ૧૨૭
તેથી દયામૂળ સર્વજ્ઞપ્રણીત ધર્મારાધન વિના પ્રાણીઓ મેક્ષસુખ પામતા નથી. આથી
सासयसुहमिच्छता, भव्वा ! विसुद्धभावओ । जिणि दकहियं धम्म, सम्म सइ निसेवह ॥ १२८ ।। संतरससुहामग्गा, होह तसनिरिक्खगा।
जएह कम्ममोक्खट्ठ, होज सिद्धिसुह जओ ।। १२९ ॥ હે ભ! જે તમે શાશ્વત સુખને છે, તે વિશુદ્ધ ભાવે જિનેશ્વરે કહેલા ધર્મને હંમેશા સારી રીતે સે. ૧૨૮
શાંતરસરૂપી અમૃતમાં મગ્ન બની, તત્વ જેનારા થાઓ, કર્મને ક્ષય કરવા યત્ન કરે, જેથી સિદ્ધિસુખ થાય. ૧૨૯
અહીં હાથના કંકણ જેવા માટે અરીસાની જરૂર નથી તેમ અન્ય દષ્ટાંત બતાવવું નકામું છે. મારું જ સ્વરૂપ જુઓ. ક આ પ્રમાણે શ્રી મુનિસુવ્રત ભગવાનની અમૃતમય દેશના સાંભળીને ચંદ્રરાજા વગેરે પર્ષદા અત્યંત પ્રભેદ પામી. વૈિરાગ્યવાસિત મનવાળા કેટલાક યથાશક્તિ વ્રત-નિયમ ગ્રહણ . કરવા તત્પર થયા.