________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર દોધક, છંદ વગેરે કા વડે રાજાના ચિત્તને પ્રસન્ન કરે છે. ચંદ્રરાજા ઘણું પુણ્યદય વડે તેઓની સાથે ઘણું પ્રકારે ભેગે ભગવતે અખંડિત રાજ્ય પાળે છે.
શિવકુમાર વગેરે નટના ઉપકારને યાદ કરી ચંદ્રરાજાએ પહેલાં ઘણું દ્રવ્ય આપ્યું હતું. હમણું તે ગામ વગેરે સારભૂત વસ્તુઓ તેઓને આપી વિશેષ કરીને તે બધાને ખુશ કરે છે. કારણ કે ઉત્તમ પુરુષો ઉત્કૃષ્ટ સંપત્તિ પામીને પણ ઉપકારને ભૂલતા નથી. અધમ પુરુષો ધન મળ્યા પછી કયારે ય તે ઉપકારને યાદ કરતા નથી. | દશેય દિશાઓમાં જેને યશ વિસ્તાર પામે છે એ ચંદ્રરાજા સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યું. તેના રાજ્યમાં સર્વ પ્રજા સુખી હતી. મનુષ્ય, દેવ અને તિર્યંચે પણ તેને જય જય ઉચ્ચારે છે.
ગુણાવલી અને પ્રેમલાલચ્છીને પણ પરસ્પર સ્નેહ તેઓના બે નેત્રની જેમ, ભારંડપક્ષીના દેહની જેમ અતિગાઢ થયે. જેથી ક્ષણ વાર પણ તેઓ વિગ સહન કરતી નથી. રાજા પણ તે બંને ઉપર સમાનભાવે જુએ છે. તેની દૃષ્ટિરૂપી તરું (છાશ)ને સંગ વડે તેઓને સ્નેહરૂપી ગેરસ (દૂધ) પરમ સ્નિગ્ધપણાને પાયે
ગુણુવલી અને પ્રેમલાલચ્છીને પુત્રજન્મ
આ પ્રમાણે સુખવિલાસમાં મગ્ન તેના કેટલાક દિવસો ગયે છતે અનુક્રમે કઈ દેવ દેવલોકમાંથી ચ્યવને ગુણવલીના