________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૭
સાતસો રાજકન્યાઓને પરણી અનુક્રમે તે આભાપુરીથી પાસે આવ્યા. - તે વખતે તેનું આગમન સાંભળીને ગુણવલી, સુમતિ મંત્રી અને નગરજને ઘણે આનંદ પામ્યા. સર્વે તૈયાર થઈને ચંદ્રરાજાને મહોત્સવ પૂર્વક તેરણ-ધ્વજાપતાકાથી સુશોભિત નગરીમાં પ્રવેશ કરાવે છે.
| સર્વ લોકોથી પ્રણામ કરાયેલ મહારાજા સર્વ પ્રજાવર્ગનું સારી રીતે સન્માન કરે છે.
તે વખતે નગરીમાં પ્રવેશ કરતા ચંદ્રરાજાને જોવા માટે ઘણું માણસેના સમુદાય ત્યાં ભેગા થયા, દરેક ઘરે હર્ષના વધામણું થયાં. તે વખતે દરેક માણસના મનની અંદર ઘણે આનંદ પ્રગટ થયે. ભાટ-ચારણના સમૂહ ચંદ્રરાજાના ગુણગાણ ગાવા લાગ્યા.
અસંખ્ય પ્રદેશવાળ જીવ જેમ શરીરમાં આત્મપ્રદેશો સાથે પ્રવેશ કરે છે, તેમ રાજા સંખ્યાતીત પરિવાર સાથે નગરીમાં પ્રવેશ કરે છે. પ્રવેશ સમયે તેની આગળ અનેક હાથી, ઘોડા, રથ, પાયદળ, ધવજ ધારણ કરનારા ચાલે છે, તે પછી તેની સાત પત્નીઓના સેંકડો રથે સાત નયના સે–સે ચક્રવાલની જેમ જાય છે.
ત્યાં મન્મત્ત ભ્રમરના ઝંકાર શબ્દથી ચંદ્રરાજાના ચશને ગાતા હોય એમ મદઝરતા હાથીએ શોભે છે, અનેક જાતના અશ્વોના સમૂહ દિશાઓને ગજાવે છે, ચંદ્રરાજાની