________________
૩૫૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ઉન્નત માનવાળા, અખલિત પરાકમવાળા, ઉત્તમપંડિત અને ગુણથી શોભતા મનુષ્યો પણ સ્ત્રીઓ વડે આંગળી ઉપર નચાવાય છે. ૧૧૪
હું એવી જાતને મૂર્ખ નથી કે જાણવા છતાં પણ સંસારમાં ભ્રમણ કરી અસહ્ય દુઃખનું પાત્ર થાઉં. સ્ત્રીહત્યાના ભયથી આ લેકમાં અગ્નિમાં બળેલે એક ભવમાં દુઃખ પામે છે, પરંતુ કામાગ્નિથી બળે મનુષ્ય ઘણું જેમાં હજાર દુઃખ પામે છે. તું મારી ધર્મબહેન છે અથવા ધર્મમાતા છે. તેથી ઉચ્ચકુળમાં ઉપજેલી તારે આવા પ્રકારના વચન વિકારે ગ્ય નથી.
આ પ્રમાણે શીલવતમાં દઢ બુદ્ધિવાળા ચંદ્રરાજાને જોઈને તે દેવ વિદ્યાધરીના રૂપને ત્યાગ કરી, પિતાના રૂપે ત્યાં પ્રગટ થયે. સત્ય પ્રતિજ્ઞાવાળા ચંદ્રરાજાના મરતક ઉપર પુષ્પવૃષ્ટિ કરીને તે કહે છે કે તારા માતા-પિતાને ધન્ય છે. જેઓએ તેવા પ્રકારના શીલગુણથી યુક્ત ઉત્તમ પુત્ર મેળવ્યો છે. તું પણ જેવી રીતે ઇંદ્ર પ્રશંસા કરી તે શીલગુણથી સુશોભિત છે. જેથી મેં કપટપૂર્વક છેતર્યા છતાં પણ તું નિર્મળ શીલવત ધારણ કરવાના સ્વભાવવાળે જણું છે. એમ કહી તેને નમસ્કાર કરી દેવ સ્વસ્થાને ગયે.
હવે ચંદ્રરાજા પણ ત્યાંથી પાછા ફરીને પ્રેમલાલચછીની પાસે ગયે.
પ્રભાતસમયે સર્વની અનુજ્ઞા લઈને ચંદ્રરાજા પતનપુરથી પ્રયાણ કરે છે. માર્ગમાં અનેક રાજાઓને જીતતે અને