________________
૩૫૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર દીધું હતું, તે સિદ્ધાચળ ગયે હતું, ત્યાં મહાતીર્થના પ્રભાવે સૂર્ય કુંડમાં સ્નાન કરવાથી મનુષ્યપણું પામ્યું. સ્વદાર સંતોષી તે હમણું પોતનપુરમાં રહે છે. મેરુ પર્વતની જેમ તે રાજાને શીલથી ચલાયમાન કરવા માટે દેવ કે વિદ્યાધર કે સમર્થ નથી.
દેવે વિદ્યાધરી રૂપે આવીને ચંદ્રરાજાના શીલની
પરીક્ષા કરી
આ પ્રમાણે ઈદ્રનું વચન સાંભળી, અશ્રદ્ધા કરતે કઈ દેવ તરત જ મધ્યરાત્રિએ પિતનપુરમાં આવ્યું. તે અત્યંત મનહર વિદ્યાધરીનું રૂપ વિક્વીને ઉદ્યાનની અંદર કરુણ સ્વરે રુદન કરે છે. નિદ્રારહિત થયેલે ચંદ્રરાજા રુદનને શબ્દ સાંભળીને વિચારે છે કે-અહો ! હમણુ અર્ધ રાત્રિના સમયે કઈ દુઃખી અબળા છે કે જે આ પ્રમાણે રડે છે, તેની તપાસ કરવી જોઈએ, એમ વિચારીને પરોપકાર કરવામાં તત્પર તે એકલે હાથમાં તલવાર લઈ તરત જ રુદનના શબ્દને અનુસાર તે ઉદ્યાનના નિકુંજ ભાગમાં આવ્યું.
ત્યાં કામદેવની દીપમાળા જેવી દિવ્ય અલંકારોથી વિભૂષિત દેહવાળી તે વિદ્યાધરીને જોઈને વિસ્મય પામી તે પૂછે છે કે હે સુંદર અંગવાળી ! તું એકલી મધ્યરાત્રિએ કયા દુખ વડે અહીં રહી રડે છે ? તું કેણું છે ? મારાથી ભયની શંકા ન કર. તારે જે દુઃખ હોય તે નિશંક મનથી મને કહે, હું તારું દુઃખ દૂર કરીશ.