________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
विहल जो अवलंबइ, आवइपडियां च जो समुद्धरइ । सरणाय च रक्खइ, तिसु तेसु अल किआ पुढवी ॥ १०४ ॥ કેટલાક પેાતાનું પેટ ભરવા પણ અસમર્થ હોય છે તેના જન્મ વડે શુ? વળી જે સમર્થ હોવા છતાં. પરોપકાર કરતા નથી. તેઓના જન્મથી પણુ કાંઇ લાભ. નથી, ૧૦૨
ઉપર
હે માતા ! જે પારકા પાસે યાચના કરે છે, એવા પુત્રને તુ જન્મ આપીશ નહિ. વળી જેણે પ્રાર્થનાના ભંગ કર્યાં છે, એવા પુત્રને તે! તું ઉદરમાં ધારણ કરતી નહિ. ૧૦૩
જે દુઃખી માણસને આલંબન આપે છે, સ`કટમાં પડેલાના જે ઉદ્ધાર કરે છે, અને શરણે આવેલાનુ જે રક્ષણ કરે છે, તે ત્રણ વડે આ પૃથ્વી અલંકૃત છે. ૧૦૪
તમારી આકૃતિ જ પરોપકારીપણાનું સૂચન કરે છે. આથી મને તમારું જ શરણ છે.
ચંદ્રરાજા તે સ્ત્રીનું વચન સાંભળીને કહે છે કે-હે ભદ્રે ! ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને આવું વચન ખેલવુ યુક્ત નથી. ક્ષત્રિયે! પરસ્ત્રીમાં આસક્ત થતા નથી. હું. સુભગા ! જે સ્ત્રી પરપુરુષને ઇચ્છે છે, તેનુ મુખ પણ જોવા લાયક નથી. અતિમધુર પણ પારકાનું એંઠું પકવાન્ન ઉત્તમ પુરુષા ખાતા નથી. એ ું અન્ન તેા કાગડા અને શિયાળ વગેરે ખાય છે, સિ’હુ તો પેાતે હણેલા હાથીને જ ખાય છે. આથી હું મુગ્ધા ! અયુક્ત વચન ન એલ. જો તું કહે તે તારા ધણી સાથે મેળાપ તને કરાવું, આ જગતમાં જે અકુલીન હાય છે, તે જ પરસ્ત્રીમાં આસક્ત થાય છે. કહ્યું છે કે