________________
૩૪૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર નમસ્કાર સમાન મંત્ર, શ્રી શત્રુંજય સમાન ગિરિ અને સૂર્યકુંડનું પાણી ત્રણેય ભુવનમાં નથી. ૯૭
હજાર પાપ કરીને, સેંકડો જોને હણીને આ તીર્થને પામીને તિર્યંચે પણ સ્વર્ગમાં ગયા છે. ૯૮
શત્રુંજયનું ધ્યાન કરી, રૈવતગિરિ (ગિરનાર)ને નમસ્કાર કરી, ગજપદ કુંડમાં સ્નાન કરવાથી ફરીથી જન્મ લે પડતો નથી. ૯
જેનું દર્શન કરવાથી પાપ દૂર થાય છે, નમસ્કાર કરવાથી દુર્ગતિ નાશ પામે છે તે અક્ષય આનંદને આપનાર સિદ્ધગિરિ જયવંત વતે છે. ૧૦૦
આ પ્રમાણે સ્તુતિઓ બોલીને વિમલાચલ ગિરિવર ઉપર ચઢીને શ્રી ત્રાષભદેવ પ્રભુની પૂજા કરી અનુક્રમે સર્વ ચૈત્યોને વંદન કરીને પછી તલેટીએ આવ્યા.
તે પછી ચંદ્રરાજા મકરધ્વજ રાજા વગેરે સર્વને પાછા મોકલીને આભાપુરી તરફ પ્રયાણ કરે છે. મકરધ્વજ રાજા તેની રજ લઈને વિમલાપુરી તરફ ગયા.
પરિવાર સહિત શિવકુમાર પણ ચંદ્રરાજા સાથે નીકળે છે. તે માર્ગમાં હંમેશા નવા નવા નાટક કરતે તેના ચિત્તને આનંદ પમાડે છે.
આ પ્રમાણે ચંદ્રરાજા નિરંતર પ્રયાણ કરતે, વિવિધ દેશને જેતે અનેક રાજાઓને પિતાને આધીન કરતે,