________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૪ સમાડાના રાજાઓ પણ હમણું પોતાના દેશને અત્યંત ઉપદ્રવ કરે છે, તેથી ત્યાં જઈને તેઓને પણ મારે અવશ્ય વશ કરવાના છે. ત્યાંથી પત્ર આવ્યું છે, આથી હે પ્રિયા ! અહીં હું કેવી રીતે રહું ? તેથી
इअ पियवय सोच्चा, रहस्स तस्स वेयइ ।
बुद्धिमता हि जाणति, गूढवत्त पि सत्तर ।। ८५ ॥ આ પ્રમાણે પ્રિયનું વચન સાંભળીને તેનું રહસ્ય તે જાણે છે. બુદ્ધિમાન પુરુષો ગુપ્ત વાત તરત જાણે છે. ૮૫ - પતિભક્તિ પરાયણ તે પણ તેનું વચન માન્ય કરે છે. તેથી ચંદ્રરાજ મકરધ્વજ પાસે જઈને પિતાની બધી હકીક્ત જણાવીને કહે છે કે-હે રાજન ! આભાપુરીથી આવવા માટે આમંત્રણ આવ્યું છે, તેથી ત્યાં અવશ્ય જવાનું છે, તે રાજ્યની પણ રક્ષા કરવી જોઈએ. હમણું તે નગરી રાજા વિન શૂન્ય છે, આપ મને ઘણા પ્રકારે પરિપૂર્ણ સુખ અને અને મોટું પદ આપ્યું. તેથી આપને મૂકીને ત્યાં જવું મને રુચતું નથી, તમારે મારી ઉપર મેટો ઉપકાર છે, તમારા નેહપાશથી બંધાયેલે તમને કયારેય હું ભૂલીશ નહિ; આથી કૃપા કરીને હમણું ત્યાં જવા માટે અનુજ્ઞા આપે. જેથી ત્યાં પિતાના રાજ્યનું પાલન કરું.
खेमपत्त किव किच्चा, पेसियव ममोवरि । समए सुहसमायार-प्पयाणाऽऽण दकारण ॥ ८६ ॥ मइ नेहो जहा अस्थि, धरियव्वा सया तहा । વિસરિત્સં યા હું ન, ૩યRI તુવ | ૮૭ |