________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
૩.
કેમ દેખાય છે? હું દેવતાધિષ્ઠિત પક્ષી છું તેથી તારા દુઃખની વાત મને જણાવ. જે સાંભળી તને જલદી દુઃખમુકત કરુ.
શુકનું આવા પ્રકારનું વચન સાંભળીને આશ્ચય પામી ગુણાવલી કહે છે કે હે પક્ષીરાજ ! મારા સ્વામી વિદેશમાં છે, તે જ મને દુ:ખ છે. તેમજ મારા સંદેશા પણુ ત્યાં કોઈ લઇ જતુ નથી. અને ત્યાંથી પણ અહી કોઇ પ્રિયના સંદેશ લાવતું નથી, આ દુઃખથી હું દુઃખી છું. મારા હૈયાનાં દુ:ખની વાત ફક્ત કેવળી ભગવાન જ જાણે છે.
શુષ્ક કહે છે કે હે મહેન ! તું ચિંતા ન કર. પત્ર લખીને મને આપ. હું તારા સ્વામીના હાથમાં પેાતાના હાથે જ તે આપીશ.
આંખામાંથી નિકળતાં ઘણા આંસુઓથી ભરાઇ ગયેલા મુખવાળી, ચુદન કરતી તે ઉતાવળે-ઉતાવળે પત્ર લખીને મુદ્રાંકિત કરીને શુકને આપે છે. તે પણ પત્ર લઇ આકાશમાગે જતા અનુક્રમે વિમલાપુરીમાં આવીને ચંદ્રરાજાના હાથમાં પત્ર સાંપે છે,
ચંદ્રરાજા પણ તે પત્ર ઉઘાડીને વાંચવા લાગ્યા :–
"
આભાપુરીથી તમારી ભાર્યાં ગુણાવલી પ્રેમપૂર્વક વિજ્ઞપ્તિ કરે છે કે હે વલ્લભ ! મને વચગદુઃખથી પીડિત જાણીને જલદી અહીં આવવા કૃપાદૃષ્ટિ કરવી ' આટલું' અથ થી જાણ્યું. બાકીનું આંસુ પડવાથી ભુ ંસાઈ ગયેલ કાગળ પૂરેપૂરા તેણે સારી રીતે ન વાંચ્ચા.
: