________________
૩૫
શ્રી ચંદ્રરાજ ચરિત્ર કારણ કે યુવતીઓને પ્રિય વિના યૌવન દુર્દમ્ય હોય એમ હું માનું છે. ૯૩
આથી તે તેના પ્રિય સાથે જાય. તે પછી પ્રેમલાલછીના માતા-પિતાએ તેને તૈયાર કરીને મનને આનંદ પમાડે તે દાસ-દાસી વર્ગ, શયન–આસન-વસ્ત્ર--રત્નાભૂષણ-શ્રેષ્ઠ વાહન અને મધુર ખાદ્ય પદાર્થો તેને આપે છે.
તે પછી ચંદ્રરાજા અશ્વરન ઉપર ચડી ત્યાં આવી રાજાને પ્રણામ કરીને પ્રયાણની અનુજ્ઞા માગે છે. હવે શણગાર સજેલી પ્રેમલાલચ્છીને વાહનમાં બેસાડીને સ્ત્રી સહિત મકરવજ રાજા ચંદ્રરાજાને કહે છે કે-હે રાજન ! આજ સુધી તમારી થાપણની જેમ મેં આ પુત્રીને કલ્પવૃક્ષની જેમ રાખી અને મોટી કરી, આજે તે તમને સેંપું છું, જેવી રીતે તેની પ્રતિષ્ઠા વધે તેવી રીતે તેને સારી રીતે પાલન કરજો. ભેળી એવી આ બાલિકા કયારેય ઘરથી બહાર નીકળી નથી, કોઈ ઠેકાણે તેની ભૂલ થાય તે માફ કરજો. માત-- પિતાને પુત્રીને વિરહ શલ્યની જેમ અસહ્ય થાય, તેને મોકલવા માટે ચિત્ત ઉત્સાહ કરતું નથી, તે પણ પતિની સાથે જતી એવી તેને અમે રોકવા સમર્થ નથી. આ રાજ્ય તમારું જ છે, તેનું પાલન કરવા તમે જલદી આવજે, વડની શાખાની જેમ તમારા મનોરથ વિસ્તાર પામે.
તે પછી પ્રેમલાલચ્છીને આલિંગન કરી તેની માતા કહે છે- હે પુત્રી ! સાસરાને ઘરે જઈને સદાચાર વડે પિતાના