________________
૩૪૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ચંદ્રરાજાની આભાપુરી જવાની તૈયારી તે પછી પત્રને ભાવાર્થ જાણ તે વિચારે છે કે-હું અહીં રહ્યો છું. મારી પ્રિયતમા ગુણાવલી ત્યાં એકલી કઈ રીતે દિવસે પસાર કરે ? તેમ જ આભાપુરીની પ્રજાનું પાલન અને રાણીનું રક્ષણ મારે કરવું જોઈએ. કારણ કે તેની સાથે બાળપણથી અખંડિત નેહ છે.
આ પ્રમાણે પત્ર જેવાથી રાજાને તેને મિલન સર આનંદ ક્ષણવારમાં વિષાદરૂપે પરિણમે.
તે પછી ગુણવલીના વિયેગ દુખ વડે વિષાદ પામેલા ચિત્તવાળા પતિને જોઈને પ્રેમલાલચ્છી પૂછે છે કે-હે સ્વામિન ! શું વિચારે છે ? શું તમને પિતાને દેશ યાદ આવે છે? અથવા પ્રથમ પ્રિયા યાદ આવી છે? આ સોરઠ દેશ અને નવી આ સ્ત્રી શું તમને ગમતી નથી ? હે નાથ ! જે ગુણાવલી જ મરણપથમાં આવી હોય અને તે કારણે જ જે વિષાદવાળા થયા છે તે તેને અહીં બેલા. હું તેના આદેશનું પાલન કરનારી હંમેશા કિંકરીની જેમ તેની સેવા કરીશ. વળી બીજી વાત એ છે કે જે મારા પિતાએ આ સેરઠદેશનું રાજ્ય તમને સેપ્યું છે, તે સુખપૂર્વક તમે તે રાજ્યનું પાલન કરે. મુખમાં આવેલા કેળિયાને મૂકી દેવા કેમ વિચારે છે ? | ચંદ્રરાજા કહે છે કે–હે ચંદ્રાનને ! આજે મારી આભાપુરી નગરી રાજા વગરની શૂન્ય છે, નાયક વગરના દેશની વ્યવસ્થા કેવી રીતે સંભવે ? વીરમતીથી અત્યંત પીડાયેલા