________________
૩૩૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
જ તલવારથી ચંદ્રરાજાને પ્રહાર કરે છે, તે તલવાર ચંદ્રરાજાના પુણ્યપ્રભાવે પુષ્પપત્રની જેમ તેને બખ્તર ઉપર અફળાઈને ત્યાંથી ઉછળીને વીરમતીની છાતીમાં લાગી, તેના પ્રહારથી તે પૃથ્વી ઉપર પડી ગઈ. ફરીથી તે તલવાર ચંદ્રરાજા પાસે આવી. તે પણ તે ખડૂગને મોતી વડે વધાવીને ગ્રહણ કરે છે.
તે પછી તે વિષ્ણુકુમાર અને નમુચિનું દષ્ટાંત વિચારીને દુર્જનને એગ્ય ફળ આપવું જોઈએ, એમ વિચારીને વીરમતી ની ઉપર દયા કર્યા વિના, તેને કેશપાશ વડે પકડીને આકાશમાં ચક્રની જેમ જમાડીને બેબી જેમ વસ્ત્રને શિલાતળ ઉપર અફળાવે તેમ અફળાવી. તેથી તે શ્વાસોશ્વાસ રૂંધાઈ જવાથી તરત જ મરીને છઠી નરક ભૂમિમાં ગઈ.
अहो पाविट्ठलोगाण, पावकम्माणु भावओ । सुलहा दुग्गई मण्णे, दुल्लहा सुगई पुणो || ८४ ।। અહે પાપિચ્છકોની પાપ કર્મને પ્રભાવે દુર્ગતિ હું સુલભ માનું છું, વળી તેઓને સદ્ગતિ દુર્લભ હોય છે. ૮૪
તે વખતે ચંદ્રરાજાના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરીને દેવે આકાશમાં જયજય શબ્દ કરે છે. વીરમતી ત્યાં અતિગાઢ નરકની વેદના અનુભવીને સંસાર સમુદ્રમાં દીર્ઘકાળ ભમશે. ખરેખર જે ધાર્મિક પુરુષ સાથે વેર રાખે છે, તે અત્યંત દુઃખ પામે છે.
તે પછી ચંદ્રરાજા વૈરીરૂપ દુષ્ટ શલ્યને ઉદ્ધાર કરીને વાજિંત્રોના અવાજ પૂર્વક વિમલાપુરીમાં આવ્યું. મકરધ્વજ રાજા યદુંદુભિના અવાજને સાંભળતો ઘણે જ હર્ષ પામીને