________________
-શ્રી રાંદ્રરાજ ચરિત્ર
૨૪૯
પણ ત્યાં આવીને વિરહદુઃખને શાંત કરનારાં વચનોથી તેને આશ્વાસન આપે છે.
એ વૃત્તાંત જાણ વીરમતી પણ તેની પાસે આવી કહેવા લાગી— सुहगे ! सल्लमम्हाण, सीओवाएण निग्गयं । निकटगं इमं रज्ज, पत्तं पयासमंतरा ॥७९॥ अम्हाण अहुणा नेहो, वुढिं पाविस्सए परं । पेक्खणिज्ज तए मुद्ध ! अग्गो मम चेट्ठिों ॥८०॥ | હે સુભગા ! આપણું શલ્ય ઠંડા ઉપગારથી નીકળી ગયું. મહેનત વિના આ નિષ્કટક રાજ્ય પ્રાપ્ત થયું છે. ૭૯
હવે આપણો સ્નેહ ઘણો વૃદ્ધિ પામશે. હું ભેળી ! તારે આગળ મારી ચેષ્ટા જેવી. ૮૦
સમયને જાણનારી ગુણવલી “ હમણું બીજે કોઈ ઉપાય નથી” એમ સમજી પોતાની સાસુનાં વખાણ કરતી તેને જ અનુસરવા લાગી, તે પછી વીરમતી પ્રસન્ન મને ગુણાવલીના વખાણ કરતી સ્વસ્થાને ગઈ.
- હવે પ્રિયને વિરહ થવાથી ગુણાવલી પિતાના સ્વામીને યાદ કરતાં વિશેષ ચિંતાતુર થઈ. જેમ જેમ તે પતિના ગુણોનું સ્મરણ કરે છે તેમ તેમ તેના મનવનમાં વિરહાગ્નિની જવાળા વધારે પ્રગટ થાય છે. વિરહાગ્નિથી. પીડાયેલી તેના નેત્રોમાંથી આંસુઓની ધારા છૂટે છે. જે દિશા તરફ પિતાનો પતિ ગયે, તે દિશામાંથી આવતા