________________
૩૦૫
શ્રી ચંદ્રરાજ ચરિત્ર તારી ગતિ તેવી મારી ગતિ હે” એમ વિચારીને તે પણ કેઈને કહ્યા વિના તેના નેહપાશમાં બંધાઈ તેને ગ્રહણ કરવાના બહાને કુંડમાં પડે છે. કૂકડાપણાને ત્યાગ કરીને ચંદ્રરાજા તરીકે
પ્રગટ થવું તે જોઈને સર્વત્ર હાહાકાર થયે. પ્રેમલાલચ્છી અકસમાત્ તેને પકડવા માટે તૈયાર થઇ, તે વિમાતાએ બાંધેલે દોરે જે જીર્ણ થઈ ગયે હતો તે દૈવયોગે તેના હાથમાં આવ્યું અને તૂટી ગયે. તે વખતે તે કૂકડા૫ણને ત્યાગ કરીને દિવ્યરૂપને ધારણ કરનાર ચંદ્રરાજા પ્રગટ થયે. તે જોઈને સર્વ વિસ્મય પામ્યા. તે વખતે તરત જ શાસનની અધિષ્ઠાયિકા દેવીએ ત્યાં આવીને તે બન્નેને બહાર કાઢીને કુંડને કાંઠે મૂકે છે.
હવે પ્રેમલાલચ્છી સ્વસ્થતા મેળવી પિતાના ભર્તારને જેઈને અત્યંત હર્ષ પામી. વિસ્મય ઉત્પન્ન કરે એવી આ હકીકત ક્ષણમાત્રમાં બધે ઠેકાણે ફેલાઈ ગઈ. ત્યાં તીર્થમાં નિવાસ કરનારા સમ્યગદષ્ટિ દેએ તેઓની ઉપર પુષ્પવૃષ્ટિ અને ચંદનનાં છાંટણાં કર્યા. તીર્થને પ્રભાવ સર્વ દિશામાં ફેલાયે.
નટ્સ સૂરિમહરસ, પાવાદ .
पसिध्धी इअ सध्वत्थ, जाया सद्धाविवड्ढणा ॥ २९ ॥ સૂર્યકુંડનું પાણી પાપરૂપી મેલને શુદ્ધ કરનારું છે. આ પ્રમાણે શ્રદ્ધા વધારનારી પ્રસિદ્ધિ સર્વ ઠેકાણે થઈ. ૨૯
ચં. ચ. ૨૦