________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર પુત્રીના જ કર્મનો દોષ જાણવે. જેથી તેને અશુભ કર્મના ઉદયમાં આ બધા નિમિત્તભૂત થયા. ત્યાં બીજા શું કરે, આ કુષ્ટિકુમાર પણ દયાનું પાત્ર છે.
આ પ્રમાણે બેધ કરનારુ ચંદ્રરાજાનું વચન પ્રમાણ કરીને તે મકરધ્વજ રાજાએ તે પાંચેયને બંધનમાંથી છોડાવ્યા.
તે વખતે પ્રેમલાલચ્છી પિતાના સ્વામીની આગળ પોતાના શીલને પ્રભાવ પ્રકટ કરવા માટે સભામાં આવીને પિતાના પતિ ચંદ્રરાજાનાં ચરણે ધોઈને તેના જળ વડે કુષ્ટિના દેહને સિંચન કરે છે, તેથી તેના પ્રભાવે કનકધ્વજકુમારને કેઢ રેગ સર્વથા વિનાશ પામે.
તે વખતે આકાશમાં રહેલા દેએ ચંદ્રરાજાને જય થાઓ, જય થાઓ, એ પ્રમાણે શબ્દ બેલીને તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
કનકધ્વજકુમારે દિવ્યરૂપ પામી હે વીરસેનરાજાના પુત્ર ! તમે ધન્ય છે ધન્ય છે, એ પ્રમાણે બોલતે તે ચંદ્રરાજાના ચરણમાં પડીને પિતાને અપરાધ ખમાવે છે. સર્વ સભાજને મનમાં વિસ્મય પામી ચંદ્રરાજાના યશના ગુણગાન ગાવા લાગ્યા.
આ પ્રમાણે ચંદ્રરાજાને યશ સર્વ ઠેકાણે પરમ વિસ્તાર પામે. સવે ચંદ્રરાજાના સેવક થયા. તે પછી ચંદ્રરાજાએ સત્કાર કરીને શિખામણ આપીને વિસર્જન કરેલા સિંહલરાજ વગેરે બધા તેની રજા લઈને ત્યાંથી અનુક્રમે પિતાના સિંહલપુર નગરે આવ્યા.