________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર થાય” એ પ્રમાણે મૂઢ બુદ્ધિવાળી તે જાણતી નથી. પોતાની મેળે જ તે તેને રાજ્ય આપવા માટે જાય છે. જે ભવિતવ્યતા વિપરીત હોય તે બુદ્ધિ પણ વિપરીત જ થાય છે. ચંદ્રરાજાના પુણ્ય પ્રભાવે વીરમતીની દેની
આરાધના નિષ્ફળ થઈ અહીં જ્યારે વિરમતી આભાપુરીથી નીકળી ત્યારે ચંદ્રરાજાના પુણ્યથી પ્રેરાયેલું હોય તેમ કેઈ દેવ ચંદ્રરાજા પાસે આવીને કહે છે કે- હે મહારાજઅમારા વચનને અવગણીને તમારે વિનાશ કરવાની ઈચ્છાવાળી તમારી વિમાતા અહીં આવે છે. આથી તમારે સાવધાન થઈને રહેવું. વળી–
अन्ज पुण्णपहावा ते, गरिट्ठा वट्टए निव! ।
देव्वेण रक्खिओ पाणी, निहतु केण सक्कइ ? ॥ ७९ ॥ હે રાજન્ આજ તમારો પુણ્ય પ્રભાવ ઘણે મોટે. છે, જે પ્રાણીનું નસીબ રક્ષણ કરે છે, તેને હણવા માટે કઈ સમર્થ નથી. ૭૯
તેપણ રત્નો સારી રીતે રક્ષણ કરવા ગ્ય છે, એવી નીતિ છે.
આ પ્રમાણે દેવની વાણી સાંભળીને અત્યંત હર્ષિત મનવાળે એકદમ વિમાતાની સામે જવા માટે તૈયાર થાય છે. વજીમય બખ્તર શરીર ઉપર ધારણ કરી, મજબૂત બાંધેલી કેડ ઉપર તલવાર બાંધી તે એક જાતિવંત ઘોડા ઉપર ચઢીને. આકાશમાં ઊડતા પક્ષીને પકડવામાં સમર્થ એવા ઘોડા ઉપર.