________________
દવાન
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૭૧ કરવું. એ પ્રમાણે કહીને ગુણાવલી પિતાના સ્થાને આવી તે વાતનો જ વિચાર કરે છે. ચંદ્રરાજાને મારવા માટે વીરમતીએ કરેલી
દેવોની આરાધના આ તરફ વીરમતી પિતાનું કાર્ય સાધવાની ઈચ્છાવાળી સર્વ મંત્રવિદ્યાઓની આરાધના કરીને આરાધ્ય દેવને બેલાવીને “ચંદ્રરાજા મનુષ્યપણું પામ્યું છે, તેથી હમણું તમે તેને. મારી નાખે” આ પ્રમાણે તે દેવને આદેશ કરે છે.
દેવે પણ સારી રીતે વિચારીને કહે છે કે બહેન ! સૂર્યકુંડના પ્રભાવે તે મનુષ્યપણું પામ્યા છે, એ સાચું છે. પ્રભાવથી શોભતા, ઘણુ પુણ્યદયવાળા તે રાજાનું કાંઈપણ વિપરીત કરવા માટે અમે શક્તિમાન નથી. તેના ઉપર તારો પણ પ્રયાસ નિષ્ફળ થશે. એ પુણ્યવંતની રક્ષા કરનાર અમારા કરતાં પણ બળવાન ઘણું છે. તેઓની આગળ અમારી કઈ ગણતરી તેથી આ અશુભ કર્મ અમે કરશું નહિ. આ સિવાય જે કામ હોય તે કહે. | હે મહારાણી! જે અમારું વચન તું માને તો તારે પિતાના પુત્ર સાથે વિરોધ ન કરે. આ આભાનગરીનું રાજ્ય તેને સોંપીને, તેનું સન્માન કરીને તું હમણું સ્વસ્થ ચિત્તે રહે.
આ પ્રમાણે દેવેનું વચન સાંભળીને ઊલટી તે વીરમતી અત્યંત કોપાકુલ થઈ, ફરીથી તેઓએ સમજાવ્યા છતાં પણ