________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૭ પાસે તેને એકાંતમાં લઈ જાય છે. તે પણ તે કાગળ ગુણાવલીના હાથમાં આપે છે. તે પણ તે કાગળ વાંચીને તેટલે આનંદ હૃદયમાં ધારણ કરે છે કે જે આનંદ હદયમાં નહિ સમાવાથી નેત્રોમાંથી આંસુઓના પ્રવાહરૂપે બહાર નીકળે.
અત્યંત હર્ષ પામતી તે પિતાના પ્રિયની જેમ લેખને વધાવીને છાતી ઉપર રાખીને અત્યંત ભેટે છે.
તે પછી તે ચાકર ચંદ્રરાજાના સંદેશાનાં વચને સંભળાવે છે. તે સાંભળી અત્યંત સંતુષ્ટ થયેલી તે આવેલા તે સેવકને કહે છે કે–હે ભૂલ્યવર! હું આ હકીકત કોઈની આગળ પ્રકટ કરીશ નહિ. તું પણ જેમ આવ્યું તેમ ગુપ્તપણે જજે, આ પ્રમાણે કહી તે ગુણાવલી તેનું સન્માન કરીને પિતાના સ્વામીને આપવા માટે લેખ લખી આપીને તેને વિસર્જન કરે છે.
गयम्मि सुहडे तम्मि, कुसुमसारह पिव ।
पसरित्था पुरीमजझे, वत्ता सगोविया वि सा ।। ७० ॥ તે સુભટ ગયા પછી છૂપાવેલી એવી પણ તે વાત પુષ્પની સુગધીની જેમ નગરીમાં ફેલાઈ ગઈ. ૭૦
ચંદ્રરાજા કૂકડાના શરીરનો ત્યાગ કરી મનુષ્યદેહ પામ્યા છે.” આ પ્રમાણે કૌતુક માનતા મનુષ્ય દરેક સ્થાને તે જ વાત કરે છે. હવે ચંદ્રરાજા જલદી અહીં આવે એ પ્રમાણે મનથી પ્રાર્થના કરે છે. આખી નગરીમાં એક વીરમતી વિના સર્વના હૃદયમાં અપૂર્વ આનંદ થયે.