________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૧ રીતે થશે ? અહે! આ કુષ્ટિનું દુષ્ટપણું હું કેટલું કહું ? જેણે પિતાને દોષ છૂપાવીને નિર્દોષ એવી મારી પુત્રીને દેષવાળી કરી. આજે જ એનું કપટ પ્રગટ થયું. સાચી વાત બધે ફેલાઈ ગઈ. અત્યંત ગુપ્ત એવું પણ પાપકર્મ શું છાનું રહે? હમણાં એ પાપીઓને એગ્ય શિક્ષા કરું. મકરધ્વજ રાજાએ વધ માટે આદેશ કરેલા સિંહલરાજા આદિ પાંચેનું ચંદ્રરાજાએ છોડાવવું
એ પ્રમાણે વિચારીને રાજા કેદખાનામાં રહેલા કુષ્ટિ વગેરે પાંચેયને પોતાની પાસે બોલાવીને ક્રોધ સંહિત કહે છે કે અરે દુષ્ટો ! આવા પ્રકારનું પાપકર્મ કરીને કયાં જશે ? હે સિંહનરેશ! તે ક્ષત્રિય થઈને આવું ખરાબ કામ કરીને મારી સાથે શા માટે વૈર બાંધ્યું ? હે મૂર્ખ !પિતાના વિનાશ માટે સૂતેલા સિંહને જગાડે છે. જે કાર્ય તારે હાસ્ય કરનારું હતું તે મારી પુત્રીને પ્રાણઘાત કરનારું થયું. પહેલાં તે તેં મને છેતર્યો પરંતુ પછી નિર્દોષ એવી મારી પુત્રીને અણઘટતુ કલંક આપવામાં તને ભય કેમ ન ઉત્પન થયે ? તારા વચનની મીઠાશ હું શું કહું ? એવું અકાર્ય કરવાથી હું તારુ જીવિત અલ્પ માનું છું તેવા પ્રકારે અધમ એવા તારા સલાહકાર અધમેનું મુખ પણ જોવું તે પાપને માટે થાય.
આ પ્રમાણે તેણે કઠોર અક્ષર વડે અત્યંત તિરસ્કાર કરીને વધ કરનારા પુરુષોને બેલાવીને વધ કરવા માટે તે
ચં. ચ. ૨૧