________________
શ્રી ચકાજ ચરિત્ર
૩૦૭ ઉપર નેત્રો સ્થિર કરી તેઓ ભાવપૂજા કરે છે. તે પછી તે ચંદ્રરાજા પુંડરીકગિરિ રાજને વંદન કરતા બોલે છે
जं किंचि नाम तित्थ, सग्गे पायालि माणुसे लोए ।
त' सव्वमेव दिट्ठ, पुंडरिए वायिए सते ॥ ३२ ॥ સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કેઈ નામરૂપ તીર્થ હોય તે સર્વનું દર્શન પુંડરીકગિરિને વંદન કરતે છતે થયું. ૩૨
केवलनाणुप्पत्ती, निव्याणं आसि जत्थ साहूणं ।
पुंडरिए वादिता, सव्वे ते वदिया तत्थ ॥ ३३ જ્યાં સાધુ મહાત્માઓને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ હાય, અને જ્યાં નિર્વાણ થયું હોય તે સર્વને પુંડરીકગિરિને વંદન કરવાથી તે સર્વ સ્થાને વંદન થયું. ૩૩
અવય–સંમેઘ, પાવા–સંપર્ફ કન્નિત– ૨ /
वंदियत्ता पुण्णफल, सयगुणं त पिं पुडरीए ॥ ३४ ॥ અષ્ટાપદગિરિ, સંમેતશિખર પર્વત, પાવાપુરી, ચંપાપુરી અને ઉજયંત ગિરિ (ગિરનાર પર્વત) ને વંદન કરવાથી જે પુણ્ય ફળ થાય છે, તેનાથી સેગણું પુણ્ય ફળ પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૩૪
આ પ્રમાણે ગિરિવરને વંદન કરીને તે યુગાદિનાથ પ્રભુની સ્તુતિ કરે છે કે-હે જિનરાજ ! પરમત્રિલોકનાથ! શ્રેષ્ઠ પુણ્યના સમૂહરૂપ ! જેના રાગ દ્વેષ અને મેડ નાશ પામ્યા છે એવા! અચિંત્ય ચિંતામણિ ! ભગવન્! પ્રથમ તીર્થંકર એવા તમે સદા જયવંતા વહેં ! હે ત્રણ ભુવનનું પાલન