________________
પ્રભુની ગુણસ્તુતિ ગાતાં હૃદયમાં તીર્થના મહિમાને યાદ કરતા અનુક્રમે તલેટીમાં આવ્યા. ત્યાંથી મહત્સવપૂર્વક નગરપ્રવેશ માટે મકરધ્વજ રાજા વરઘોડે તૈયાર કરે છે. ગજરત્ન ઉપર ચલો, મસ્તક ઉપર છત્ર ધારણ કરાયેલ અને બંને પડખે ચામરથી વીંજાતે ચંદ્રરાજા આગળ ચાલ્યા. મકરધ્વજ રાજા પણ ઉત્તમ હાથી ઉપર બેસી તેની પાછળ જાય છે, તે પછી પ્રેમલાલચ્છી પણ ઉત્તમ રથમાં ચઢી બીજા મુખ્ય નગરજને પોતપોતાને યેગ્ય વાહન ઉપર ચઢેલા નિકળ્યા. અનેક પ્રકારના વાજીંત્રો આગળ વાગે છે. તે પછી બખ્તરધારી સુભાટી જાય છે.. અને ત્યાં બંદીજને સ્તુતિએ બેલે છે.'
मग्गणाण' धण भूरि', पदे इरे निआगियो ।
नडा कुवंति नच्चाई, गायति वारसुदरी ।। ४८ ।। અધિકારીઓ યાચકને ઘણું ધન આપે છે, નટો નાચ કરે છે, વારાંગનાઓ ગાયન કરે છે. ૪૮
આ પ્રમાણે દુભિના અવાજે વડે ગાજતી, ધ્વજ-પતાકા અને તરણ વડે અલંકૃતવિમળાપુરીમાં નગરજનેને અત્યંત હર્ષ પમાડતે ચંદ્રરાજા પ્રવેશ કરે છે.
તે વખતે બધાં કાર્યોને છોડી દઈને નગરજનોના સમૂહ પિતપોતાના પ્રસાદના ઝરૂખામાં ઊભા રહી હર્ષપૂર્વક ચંદ્રરાજાને જુએ છે અને પ્રેમલાલચ્છીને સવિશેષ આશીષ આપે છે.
આ પ્રમાણે મહોત્સવ પૂર્વક બંને રાજા રાજમંદિરમાં આવીને અથીજનેને ઘણું દ્રવ્ય આદિનું દાન આપીને