________________
જિનેશ્વરને પૂજાયાત્રામાં, સાધુઓની સેવામાં આવશ્યક ક્રિયામાં અને સ્વાધ્યાયમાં પ્રતિદિન યત્ન કરે. ૪૩
આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને તે પછી તેઓ વિમલાચલગિરિરાજને પ્રદક્ષિણા કરીને પોતાના જન્મને સફળ માને છે. મકરધ્વજરાજ વગેરેનું વિમલાચલગિરિ ઉપર
ચંદ્રરાજાને મળવા માટે આવવું આ બાજુ એક દાસી દેડતી વિમળાપુરીમાં જઈને મકરધ્વજ રાજાને વધામણી આપે છે કે- હે મહારાજ ! સૂર્ય કુંડના પ્રભાવે ચંદ્રરાજા કુકડાપણાને તજીને મનુષ્યરૂપે પ્રગટ થયા. રાજા તે વચન સાંભળીને ઘણું હર્ષથી ભરેલે તેણીના મુખેથી વિસ્તારપૂર્વક તેની સઘળી હકીકત જાણુને પુષ્કળ દાન વડે તે દાસીને સતેષ પમાડે છે. આખાય નગરમાં આ વાત ઘરે ઘરે ફેલાઈ. નગરજને પણ ચંદ્રરાજાને જોવાની ઈચ્છાવાળા હર્ષિત મનવાળા થયા.
वयति मुइय। सव्वे, फलिया णो मणारहा ।
अज्जेव देवया तुट्ठा, पुबपुण्णाणुभावओ ।। ४४ ॥ સર્વે આનંદ પામી બોલે છે કે- પૂર્વ પુણ્યના પ્રભાવે અમારા મનોરથ ફળ્યા; આજે જ દેવતાઓ તુષ્ટ થયા. ૪૪
મકરધ્વજ રાજા પ્રેમલાલચ્છીની માતા સાથે પ્રસન્ન ચિત્તવાળો થઈને સર્વ સામંત લોકેને બેલાવીને તેની આગળ સઘળી વાત જણાવે છે. તેઓ પણ કદંબપુષ્પની જેમ અત્યંત ઉલ્લાસિત મુખવાળા થયા.