________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૮૧
છે? તેથી કુતૂહલ પામેલા રાજાએ નાટક જોવા માટે પ્રેમલાલછીને બોલાવી. તે પણ ત્યાં આવીને પિતાના પિતાના ખેળામાં બેઠી.
રાજાએ કહ્યું કે-હે પુત્રી ! આ નટો આભાનગરીથી આવ્યા છે. તારે સ્વસ્થચિત્ત આ ચતુર લોકેની નાટકકળા જેવી. નાટકકળામાં અત્યંત નિપુણપણું પામેલી આ નટકન્યા ઊંચા વાંસના શિખર ઉપર ચઢીને અનેક પ્રકારે પોતાની કળાએ બતાવશે.
આ પ્રમાણે રાજા બોલતે હતું ત્યારે અને નગર લેક પણ નાટક જોવામાં ઉત્કંઠાવાળા હતા ત્યારે શિવમાલા વાંસના અગ્રભાગ ઉપર ચઢીને કુજાસન વડે ત્યાં બેઠી. તેમજ ત્યાં વિવિધ વેગાસ કરીને લોકોના ચિત્તને ક્ષણવારમાં અત્યંત પ્રસન્ન કરે છે. તે વખતે ભૂમિ ઉપર પહ, દુંદુભિ વગેરે -વાજિંત્ર લાગે છે. નટો પણ વારંવાર મોટા સ્વરે અવસરે'ચિત ઘણા શબ્દોચ્ચાર કરે છે. જેથી પ્રેક્ષકવર્ગ અત્યંત આનંદરસમાં નિમગ્ન થાય છે.
આ પ્રમાણે વંશના અગ્રભાગ ઉપર નાચીને તે પછી તે દરેક દોરડા ઉપર નવા નવા નાચ કરતી રાશી લાખ જીવચેનીમાં જીવની જેમ ભમે છે. ફરી ક્ષણવારમાં વાંસના અગ્રભાગ ઉપર રહીને ફરીથી પૂર્વની જેમ નાચ કરતી કેવળી સમુદ્રઘાતની જેમ રચના કરે છે. તે પછી તે વાંસના અગ્રભાગ ઉપરથી જેમ ઉપશાંત મેહ ગુણસ્થાનકથી પડતે કઈ જીવ પ્રથમ મિથ્યાત્વ ગુણરસ્થાને આવે છે, તેમ નીચે ઊતરે છે.