________________
૧૯૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
વરસને અંતે શ્વસુરસંબંધી તુ આજે મને મળ્યા છે. તારા નગરના અધિપતિ મારા સ્વામી હતા, પરંતુ ભીખારી જેમ હાથમાં આવેલા રત્નને હારી જાય તેમ મૂઢ એવી હું તેને હારી ગઇ. તેના વિરહાગ્નિથી પીડા પામેલી મારા શરીરમાં લાહી સૂકાઈ ગયું. શરીર પણ ફકત હાડકાં રૂપે જ થઈ ગયુ છે. તાપણું તારા રાજાનું દર્શન મને ન થયું. તારા રાજાનું મે' શુ લઈ લીધું ? કે જેથી આજ સુધી મારી તપાસ પણ તે કરતા નથી. મને પરણીને કાઢીયાને આપીને તે અહીંથી નીકળી ગયા. આ કામથી તેનુ શું ગૌરવ વધ્યું ! મારા જન્મ નિષ્ફળ કર્યાં, આવી જાતનુ તેને કેણે શિખવાડયું? જો ઘરના ભાર વહેવા માટે અશક્ત હતા તેા અહીં પરણવા માટે શા માટે આવ્યા ? જે તે પરણ્યા તે તત્કાળ મારા ઉપર તેને અભાવ કેમ થયેા ? હું ઉત્તમપક્ષી ! તારા રાજા સરખા બીજો કોઈ નિર્માંહી મે' જોયેા નથી. જે મને પરણીને ગયા પછી પત્ર દ્વારા પણ મને યાદ કરતા નથી. કયાં આભાપુરી અને કયાં આ મારી નગરી એટલે દૂર ચિત્ત પણ જવા માટે શક્તિમાન નથી, મારા પ્રિયે જે કર્યુ× તે શત્રુ પણ ન કરે. દૂર રહેલ તે અહીં આવતા નથી. હું પણ ત્યાં જવા માટે અશકત છું. આવી અવસ્થા અનુભવતી મારા દિવસે કેવી રીતે જાય ? હું પક્ષીવર ! આ જગતમાં પરહિતમાં રક્ત, નિષ્કારણ વિશ્વમ' એવા કોઈ દેખાતા નથી કે જે ત્યાં જઈને મારા પ્રિયતમને સમજાવીને કરુણાના સમુદ્રથી ભરેલા ચિત્તવાળા કરે. સેાળ વર્ષ વીતી ગયા છતાં પણ જેના મનમાં ભાર્યાંના સ્નેહ પ્રગટ ન થયા, તેમનુ ચિત્ત