________________
૨૯૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર આ પ્રમાણે પ્રેમલાલચ્છી કુર્કુટરાજની આગળ આવા પ્રકારનાં વચને બોલતી હૃદયમાં રહેલા ઉદ્ગારેને બહાર કાઢે છે, તેટલામાં શિવમાળા ત્યાં આવીને તે કૂકડાને પિતાના ખેાળામાં લઈને ક્રીડા કરવા લાગી. ભક્તિથી ભરેલા હૃદયવાળી તે સુગંધી પદાર્થોથી તેને આનંદ પમાડે છે. તેની આગળ મીઠા સ્વાદિષ્ટ ફળો મૂકીને મધુર સ્વરે તે ગાય છે.
તે પછી તે રાજપુત્રીને કહે છે કે હે સખી! આ કુટરાજને ચાર માસ સુધી તારી પાસે રાખ. ચાતુર્માસ સંપૂર્ણ થયે છતે અહીંથી જ્યારે અમે જઈશું ત્યારે આને અહીંથી લઈ જઈશું એ મારે અને તારે સંકેત છે. તેટલા સમય સુધી તું એને સનેહભાવે સેવા અને પાલન કર. હું પણ તેના સનેહ પાશમાં બંધાયેલી હંમેશાં અહીં આવીને તેની ખબર લઈશ. હે સખી! ચાર માસ સુધી અહીં રહેલા આ જે તારા વાંછિતને પૂરે તે અમને ઘણે આનંદ થશે, એ પ્રમાણે સત્ય કહું છું. આ પ્રમાણે માર્મિક વચને કહીને શિવમાતા પિતાના આવાસે ગઈ.
પ્રેમલાલચ્છી તેના વચનનું રહસ્ય નહિ જાણતી કુકડા સાથે રમતી સમય પસાર કરે છે. તે હંમેશાં તેને જ જોતી તેની સેવા કરે છે, અને તેની આગળ બેસીને લાંબા નિસાસા મૂકે છે, સતત નેત્રમાં આસુની ધારને વરસાવતી વચનોથી શોક પ્રગટ કરે છે.
તે વખતે વર્ષાકાળ થવાથી આકાશ મઘમંડળથી ભરાઈ ચારે તરફથી વીજળીના પ્રકાશથી પ્રકાશિત આકાશ થયું.