________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૩૦૧ કાઢીને હસ્તકમળમાં રાખી શુભધ્યાનમાં એવી તે ગિરિવર ઉપર ચઢે છે. કૂકડો ગિરિરાજને જોઈને અત્યંત હર્ષ પામેલે પિતાના જન્મને સફળ માને છે.
પ્રેમલાલચ્છી અનુક્રમે ચઢતી મુખ્ય શિખર ઉપર આવી પરિવાર સહિત મોક્ષપદના શિખરની જેવા શોભતા આદિનાથના ચૈત્યમાં પ્રવેશ કરીને દિવ્યક્રાંતિથી શોભતા યુગાદિ દેવને વંદન કરે છે. વંદન કરીને અષ્ટપ્રકારી પૂજા કરે છે તે પછી વિવિધ સ્તોત્રો વડે જિનેશ્વરની સ્તુતિ કરે છે.
યુગાદિદેવનું દર્શન કરી કુટરાજ આત્માને ધન્ય માનતે જિનેશ્વરદેવનું ધ્યાન કરતાં ક્ષણવાર તેમને જ ધ્યાનમાં તત્પર થયે. તે પછી તે પ્રેમલાલચ્છી જિનપૂજન કરીને હાથમાં કૂકડાને લઈ યુગાદિદેવના ચૈત્યની બહાર નીકળી, બીજા ચૈત્યમાં રહેલી અગણિત જિનપ્રતિમાઓને વંદન કરતી, ચૈત્યપરિ. પાટિકાથી ત્રણ વખત પ્રદક્ષિણા કરતી અનુક્રમે નવા પલ્લવેના સમૂહથી અલંકૃત રાયણવૃક્ષની પાસે આવે છે, અને ત્યાં રહેલી ત્રાષભદેવપ્રભુની પાદુકાઓને વાંદે છે અને નમસ્કાર કરે છે.
તે કુટરાજ ગિરિવરના દર્શનથી ઉ૯લાસિત હૃદયવાળે પોતાના ઉદ્ધારને ઈચ્છતે મરકતમણિ સરખા પૃથ્વી પર પડેલા રાયણવૃક્ષનાં પાંદડાઓને પોતાના ચંચુપુટને સુશોભિત કરે છે,
તે પ્રેમલાલચ્છી પરિવાર સહિત જિન ચૈત્યને વંદન સર્વ વિધિ સારી રીતે કરીને જિનમંદિરની બહાર જયાં સૂર્યકુંડ