________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૯ બ્રહ્માંડને ભેદી નાખે તેવા ગજ રવ સંભળાય છે, મે પણ ક્ષણવારમાં મુશળધાર વરસવા લાગ્યા. તેથી આખું જગત તે વખતે શાંતિ પામે છે, પરંતુ પ્રેમલાલચ્છીને વિરહાગ્નિ તેથી, વધારે પ્રદીપ્ત થાય છે, તેથી તે વિરહ વેદનાથી અત્યંત પીડા. પામતી પિતાનું દુઃખ ફૂકડા સમક્ષ પ્રકાશે છે. શિવમાળાનું વચન સંભારીને “એના વચનમાં કાંઈક રહસ્ય છે એમ વિચારતી કૂકડાને વારંવાર કહે છે કે હમણાં તું મારા હાથમાં આવ્યું છે તે મારાથી આંતરું શા માટે ધારણ કરે છે. તે કુર્કુટરાજ હંમેશાં આવા પ્રકારે સાંભળવા છતાં પણ એકેય અક્ષર બોલતો નથી. કારણ કે ધીર અને ગંભીર તે “ભાવિ ભાવ અન્યથા થતા નથી ” એમ જાણતે ધીરતા ધારણ કરે છે.
મલાલચ્છી પણ તે કુફ્ફટરાજને ક્યારેક પતિ માનીને અને કયારેક પક્ષી જાણીને તેની સેવા કરે છે.
હવે ચોમાસું લગભગ પૂરું થતાં કાર્તિક માસ આવ્યો. ત્યારે તે પ્રેમલાલચ્છી સિદ્ધગિરિની યાત્રા કરવા ઇરછે છે. આ વિમલાપુરી નગરી સિદ્ધગિરિની તળેટીમાં વતે છે. સખીવર્ગને પણ સાથે લઈ જવા તૈયાર કરે છે, તે વખતે નિમિત્તવિજ્ઞાનની કળાને વિદ્વાન એક નિમિત્તીઓ ત્યાં આવ્યું, તેને એગ્ય રીતે સત્કાર કરી પ્રેમલાલચ્છી તે નિમિત્તીઓને પૂછે છે કે
___ कत्थ कया य मे भत्ता ! मिलिस्सइ बवेसु त ।
अहं तु तासविस्सामि रयणभूसणेण तु ॥ १९ ॥ ' હે નૈમિત્તજ્ઞ! મને મારે પતિ કયાં અને કયારે મળશે ? તે તું કહે. હું તને રત્નના આભૂષણથી સંતેષ પમાડીશ. ૧૯