________________
૩૦૨
. શ્રી ચંદ્રરાજ ચરિત્ર છે તે જોવા માટે આવે છે. ત્યાં આવી તે નિર્મળ જળથી ભરેલાં સૂર્યના કિરણથી વિકસિત થયેલા કમળના સમૂહથી સુશોભિત સૂર્યકુંડને જુએ છે. હસ્તકમળમાં કર્યુટરાજને રાખી તે પ્રેમલાલચ્છી અત્યંત ઊંડું પાણી હેવાથી સમતારસથી ભરેલ હોય એમ કુંડને માનતી તેના પાણીને સ્પર્શ કરીને આવેલા શીતલ સુગંધી પવનનું સેવન કરવા માટે કુંડના કાંઠે બેસે છે.
સૂર્યકુંડમાં કુટરાજનું પડવું હવે કુટરાજ પણ પૂર્વે નહિ જોયેલા તે સૂર્યકુંડને જેઈને પ્રથમ પરમ પ્રમેદ પામી પિતાની અવસ્થાને વિચાર
अहो तिरिअभावे मे, सेलसवरिसा गया । सुह न पाविअ कि चि, एहिंग पारलाइय ।। २२ ।। कत्थ गुणावली भज्जा, कत्थ मे सुहस पया । कत्थ सयणसंगो मे, कत्थ राजसुह मम ॥ २३ ॥ सव्व मे विहल जाय, असुहकम्मजोगओ । वेरिणी हि विमाया में, खगे। ह जीइ निम्मिओ ॥ २४ ॥
અહો ! મને તિર્યંચભાવમાં સેળ વર્ષ ગયા. મેં આ લોક સંબંધી કે પરલોક સંબંધી કાંઈ સુખ પ્રાપ્ત ન કર્યું. ૨૨
કયાં મારી ગુણુવલી ભાર્યા ? કયાં મારી સુખસંપત્તિ કયાં મારા સ્વજનને સંગ? અને કયાં મારું રાજ્યસુખી ૨૩
અશુભ કર્મના ઉદયથી મારું સર્વ નિષ્ફળ થયું, મારી વિમાતા વૈરિણું થઈ કે જેણે મને પક્ષી બનાવ્યો. ૨૪