________________
૧૯૪
શ્રી ચાજ ચરિત્ર
ચીરાઇ જતું હોય તેમ થાય છે. પરંતુ જો નશીખ કોપ પામી દુ:ખ આપે તેા તે સહન કરવું જ જોઈએ. તે સિવાય ખીજી રીતે છૂટકારો થતા નથી. જિનેશ્વરદેવ તારું કલ્યાણુ કરે. કારણ કે વીરમતીની પાસેથી છેડાવીને તું મને અહીં વિમલાપુરીમાં લાવી. મારું મન પણ અહીં રહેવા ઇચ્છે છે. તાપણુ આ વિષયમાં તારા આદેશ જ મને પ્રમાણ છે. જો તું મને નહિ આપે તે મારુ કોઇ પણ ખળ નથી. કારણ કે માણસ પેાતાની બકરીના કાન પકડીને જ્યાં લઈ જાય ત્યાં જ તે જાય છે. મારી પણ એવી સ્થિતિ છે.
આ પ્રમાણે કુટરાજનાં વચના સાંભળી તે શિવમાલી દીનમુખવાળી, આંસુ સારતી, અત્યંત દુઃખ પામી હૃદયને મજબૂત કરીને કહે છે કે-ડે આભાપતિ ! દેવ ! આજે મે આ વૃત્તાંત જાણ્યા. હવે તમે ઇચ્છા પ્રમાણે અહીં રહો. આજે જ મારી સેવા સફળ થઇ. કારણ કે સોળ વર્ષ પહેલાં પરણેલી પેાતાની સ્ત્રી સાથે સમાગમ અહીં રહેલા તમને થયેા. હું પણ મારું જીવન ધન્ય માનું છું.
આ પ્રમાણે તે મને વાત કરતા હતા ત્યારે પ્રેમલાલચ્છીએ પ્રેરણા કરવાથી મકરધ્વરાજા જાતે જ ત્યાં આણ્યે. શિવકુમારે તેમને સત્કાર કર્યાં. રાજા કહે છે કે- હું તે પક્ષીને લેવા માટે આવ્યે છું. હું નટાધિપતી ! જો પ્રસન્ન થઇને આ પક્ષીને તું આપીશ તા હું માનીશ કે તેં મને અધુ જ આપ્યું. તેમ જ મારી પુત્રીને અતિદાન આપ્યુ એમ માનીને જ્યાં સુધી જગતમાં તારામંડળ છે ત્યાં સુધી તારા ઉપકાર માનીશ વધારે શું કહું ?
*