________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર હું મુખ્ય મહેમાનની જેમ તેનું યત્ન વડે પાલન કરીશ. આથી કઈ પણ રીતે નટવરને સમજાવીને એ મને અપાવે. કુકુટરાજને લેવા માટે રાજાનું નટરાજ પાસે જવું
પુત્રીના નેહને આધીન થઈ મકરધ્વજ રાજા તે જ વખતે પિતાના દૂતને મોકલીને નટાધિપતિને બોલાવે છે. તે પણ તરત જ ત્યાં આવીને પ્રણામપૂર્વક અંજલી કરીને રાજાને કહે છે કે હે સ્વામી! તમે મને શા માટે યાદ કર્યો? મને સેવક સરખો ગણીને કાર્ય બતાવે.
રાજા કહે છે-કે હે શિવકુમાર ! આ કૂકડો મારી પુત્રી પ્રેમલાલછીના શ્વસુરના ઘરે નિવાસ કરનારે છે. આ વૃત્તાંત ન સંભવી શકે એવે છે, તે પણ આજે સેળ વર્ષના અંતે તારા મુખેથી ચંદ્રરાજાની હકીકત સાંભળી. આથી સાસરાના ઘરે નિવાસ કરનાર હોવાથી આ કુકડા ઉપર પ્રેમલાલરછીને પરમ સ્નેહ છે, તેથી તે કુકડે આપવાથી તે અત્યંત પ્રમાદવાળી થાય, આથી જે તે એ કૂકડે આપે તે અમે તારે પરમ ઉપકાર માનશું તેનું મૂલ્ય તું જે કહેશે તે આપશું. અહીં અમારે કોઈ બળાત્કાર નથી, પરંતુ તું ઉત્તમ પુરુષ છે, તેથી અમારી ઈચ્છા પૂર્ણ કરીશ એ અમારે તારી ઉપર વિશ્વાસ છે.
આ પ્રમાણે હૃદયને પીડા કરનારી રાજાની પ્રાર્થના સાંભળીને દુઃખિત મનવાળે નટરાજ કહે છે કે હે રાજન ! એ અમારે રાજા છે. ઘણું કહેવા વડે સયું, એ અમારુ સર્વસ્વ છે. તેથી એને આપવા માટે સર્વથા સમર્થ નથી, તો પણ ત્યાં જઈને હું તે કુટરાજને વિજ્ઞપ્તિ કર્યું, જે તે અહીં નિવાસ કરવાને ઈચ્છે તે હું આપવા માટે વિચાર ક, અન્યથા નહિ.