________________
૨૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
અનેક પ્રકારની ચેષ્ટાએ તેને બતાવે છે. તે પણ તેને પેાતાનુ મન સોંપીને તેનું જ ધ્યાન કરવામાં તત્પર થઇ. કેટલેાક સમય પસાર કરીને રાજા ફરીથી તેને પાંજરામાં મૂકીને નટાધિપતિને સોંપે છે.
વિમલાપુરીના રાજાનું નટરાજ પાસેથી ચંદ્રરાજાનું વૃત્તાંત સાંભળવું
તે પછી રાજા કહે છે કે હું નટાધિપ ! આ શ્રેષ્ઠ કૂકડા ત' કયાંથી મેળળ્યે ? તેની સર્વ હકીકત તું મને કહે.
નટાધિપ કહે છે કે-હે રાજેન્દ્ર ! અહીંથી અઢારસા કાશ દૂર આભાપુરી નામે શ્રેષ્ઠ નગરી છે. ત્યાં ગુણગણથી વિભૂષિત ચંદ્રરાજા નામે રાજા રાજ્ય કરે છે. તેની અપર માતા વીરમતી વડે કોઈ સ્થાને છૂપાવેલા હોવાથી અમે તેને જોયે। નથી. હમણાં તે વીરમતી રાજ્ય કરે છે, તેણીની આગળ અમે નાટક કર્યું, તેને જોઈને પ્રસન્ન હૃદયવાળી તે વીરમતીએ ચ'દ્રરાજાની પટ્ટરાણી ગુણાવલીના અનાદર કરીને તેની પાસેથી આ ફૂકડાને મંગાવીને અમને આપ્યા.
એક વખત તે વીરમતી આ કૂકડાને મારવા માટે તૈયાર થઇ હતી, તે વખતે નગરજનાએ તેણીના હાથમાંથી તેને મૂકાવ્યો. તે પછી આ ઠંડા પેાતાની ભાષામાં પક્ષીઓની ભાષાને જાણતી મારી પુત્રી શિવમાલાને સમજાવે છે. તે પણ અમને તેની હકીકત કહે છે. તે પછી અમે તે કુકડાની માંગણી કરીને તે વીરમતી પાસેથી ગ્રહણ કર્યાં. આ કુટ આજ સુધી અમારી પાસે રહી સુખપૂર્વક કાળ પસાર કરે