________________
૨૮૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર - આ વિમલાપુરી ધન્ય છે, જે ધન્ય લોકોથી વિભૂષિત છે, જેને જોઈને આજે મારે અભિલાષ સંપૂર્ણતાને પાયે છે. ૧૧૪
હે નરપતિ ! સોરઠ દેશના વિભૂષણ રૂપ વિમલાપુરી નગરીના દર્શનની અભિલાષા કરતા મારે મને રથ ઘણા દિવસે પુણ્યગે આજે પરિપૂર્ણ થયેલ છે.
દેશમાં ભ્રમણ કરતા મેં સમૃદ્ધિવાળી જેવી એક આભાપુરી જોઈ હતી, તેવી આ વિમળાપુરી જોઈ. બીજી કેઈ નગરી આવી નથી.
આ પ્રમાણે કહીને પરિવાર સહિત તે નાટકનાં સાધન તૈયાર કરે છે.
પ્રથમ તે નટો પવિત્ર કરેલ પૃથ્વી પ્રદેશ ઉપર પુષ્પને પંજ કરીને તેની ઉપર કૂકડાનું પાંજરું થાપન કરે છે. તે પછી તેઓ એક અત્યંત લાંબે વાંસ ભૂમિ ઉપર સ્થાપન કરીને ચારે તરફ જમીનમાં નાંખેલા ખીલા સાથે બાંધેલા સૂર્યના કિરણ સરખા દોરડાના પાશ વડે તે વાંસને બાંધીને મજબૂત કર્યો.
હવે ઘણા શણગાર સજી, પુરુષના વસ્ત્ર ધારણ કરી શિવમાલા વાંસના મૂળ પાસે આવીને ચારે તરફ નજર ફેંકતી ક્ષણવાર ત્યાં ઊભી રહે છે. અતિઅદ્ભુત રૂપ અને લાવણ્યથી સુશોભિત દેહવાળી તેને જોઈને સભાજને ઘણા વિસ્મય પામ્યા. રાજા પણ વિચારે છે કે આવા પ્રકારના રૂપ વૈભવ સંપન્ન, સૂર્યની પ્રભા સરખી તેજસ્વી આ કઈ કન્યા