________________
૨૫૪
શ્રી ચદ્રરાજ ચરિત્ર
છે. મારા પુણ્યાયે તમે અહી આવ્યા' આ પ્રમાણે રાજાએ કુ ટરાજનું ઘણું સન્માન કર્યું.
તે પછી સત્કારના સ્વીકાર કરી પરિવાર સાથે • નટા ખીજે જવા લાગ્યા. તે ખગદેશના રાજા પોતાના સીમાડા સુધી પાછળ જઈ ને તે કુટરાજે વિસર્જન કરવાથી પેાતાના નગરમાં આધ્યે.
નટાનું સિ'હલપુરમાં આગમન
આ પ્રમાણે જ્યાં જ્યાં કુ ટરાજ જાય છે, ત્યાં ત્યાં તેના પુણ્યપ્રભાવે મંગલમાળા દાય છે. અનુક્રમે તે નટો ભમતાં ભમતાં સમુદ્રકાંઠે સિ હલદ્વીપે પહેલુંચ્યા. ત્યાં વિશાળ સિંહલપુર નામે શ્રેષ્ઠ નગર છે. તે નગરની બહાર તેઓએ નિવાસ કર્યાં. સિહવરાજા તેઓની નાટયકળાની પ્રસિદ્ધિ સાંભળી તેને ખાલાવે છે. તે પણ ફૂકડાના પાંજરાને લઈ ને રાજાની સભામાં આવીને રાજાને પ્રણામ કરી નાટક કરવા અનુજ્ઞા માગે છે. રાજાના આદેશ મળ્યા પછી તેઓએ અનેક પ્રકારે નાટ્યપ્રયાગા બતાવી રાજાના ચિત્તને અત્યંત પ્રસન્ન કર્યું.
સંતુષ્ટ મનવાળા રાજાએ તે દિવસે પાંચસે વહાણાની જે જગાત મળી હતી તે તેઓને ઇનામમાં આપે છે. તે રીતનું દાન મળવાથી પ્રસન્ન મુખવાળા તે નટાસિ હલરાજાની યશકીતિ ગાતા પેાતાના આવાસે આવે છે.