________________
૨૬૪
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
- શેઠ કહે છે કે, “હે ભદ્ર! ભિખારીનાં વચન સાંભળીને આવી જાતને કદાગ્રહ ન કરવો જોઈએ. એ મૂર્ખ કણ હોય કે જે ઊંઘ વેચીને ઉજાગર કરે ?
આ પ્રમાણે શેઠે તેમજ માતા, મંત્રી વગેરે સ્વજનેએ ઘણે સમજાવ્યું, છતાં પણ તે પોતાનો આગ્રહ છોડતું નથી.
તે પછી શેઠે જેમ તેમ કરી તેને જમાડો, ભજન કરી તે રાત્રિની શરૂઆતમાં શયનસ્થાને ગયો. તે વખતે હાથી સરખી ગતિવાળી તેની પત્ની લીલાવતી લલિત ગતિએ પોતાના પ્રિયની પાસે આવે છે. તે લીલાધર તેની સામે પ્રસન્ન દૃષ્ટિથી જોતો પણ નથી. ઘણા વિચારમાં ડૂબેલા પોતાના પતિને જોઈ તે લીલાવતી મધુર સ્વરે કહે છે કે, “હે પ્રિયતમ ! આંખ ઉઘાડીને આવેલી મને જુઓ. કીડીની ઉપર કટક અને ઘાસની ઉપર કુહાડે નકામે જ છે. હે સ્વામી ! બીજા નિવારણ કરે છે તે મને અવગણીને તમે કેવી રીતે જશે ? કદાચ બીજાઓને દુઃખ આપીને તમે અહીંથી જવા ઈચ્છતા હશે પણ હું તમને જવા માટે કઈ રીતે રજા આપીશ નહિ. છુટા પડયા પછી કયારે મળાય તે જાણી શકાતું નથી. આથી નેહીજનોને સંગ ન છોડવો જોઈએ. અન્ય લેકે ઈચ્છે એવી પિતાના ઘરની સુખસંપત્તિ મૂકીને દેશાંતર જવાને ઈરછનાર તમારા જેવા સ્વરછંદગામી બીજા કોઈને મેં જોયા નથી.”