________________
૨૬૨
-
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કરવા માટે બુદ્ધિ થવાથી દેશાંતર જવા માટે વિચારવા લાગે, કહ્યું છે કેमिग्गंतृण गिहाओ, जो न निअइ पुहइमंडलमसेस । अचछेरयसयरभ्म, से। पुरिसे। कूवमंडूगा ॥९६।।। णज्जति चित्तभासा, तह य विचित्ता य देसनीईओ । अचचष्भुआई बहुसे, दीसंति महिं भमंतेहिं ॥९७॥ दीसइ विविहचरिय', जाणिज्जइ सुअण दुजणविसेसेो । अप्पाणं च कलिज्जइ, हिडिज्जह तेण पुढवीए ॥९८॥
ઘરમાંથી નીકળીને જે સેંકડો આશ્ચર્યોથી મનહર એવા સમસ્ત પૃથ્વીમંડળને જેતે નથી તે પુરુષ કૂવાના દેડકા જેવો છે. ૯૬
પૃથ્વીમાં ભ્રમણ કરનાર લેકે જુદી જુદી ભાષાઓ જાણે છે, જુદા જુદા દેશના રીતરિવાજે અને ઘણું આશ્વર્યો જુએ છે. ૯૭
વિવિધ ચરિત્રો જેવાય, સજજન અને દુર્જનને ભેદ જણાય, અને પોતાને ઓળખી શકાય, એ માટે પૃથ્વી પર ભ્રમણ કરવું જોઈએ. ૯૮
આથી બીજા પણ લાભે ત્યાં થશે તેથી પ્રમાદ દૂર કરી વિદેશગમન કરવું એ શ્રેષ્ઠ છે. સુખ-દુખ તો અહી કે બીજે સ્થાને કર્મના યોગે અવશ્ય થાય છે. આ સર્વ જગત કર્માધીન છે, કહ્યું છે કે